Top Stories
Skymet + અંબાલાલ પટેલ આગાહીનો તાલમેળ / જૂન-જુલાઈ મહિનામાં વરસાદ આગાહી?

Skymet + અંબાલાલ પટેલ આગાહીનો તાલમેળ / જૂન-જુલાઈ મહિનામાં વરસાદ આગાહી?

અંબાલાલ કાકાએ આગાહી કરતાં જણાવ્યું હતું કે હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ છે, મૃગશીર્ષ નક્ષત્રની હવાઓ ઉપર આધાર હોય છે કે ચોમાસું કેવું રહશે તે. મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ થતાં જ હિંદ મહાસાગરમાં સમયવાહી પવનની નિશાનીઓ બદલાઈ છે. અને જે વર્ષે આ નક્ષત્રમાં દરિયામાં અથવા દેશના ભાગોમાં ભારે તોફાન સાથે વરસાદ પડે તે વર્ષે ચોમાસુ સારું થતું હોય છે જેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. જો મૃગશીર્ષ નક્ષત્ર માં વાવણી થાય તો સારું કહેવાઈ.

જૂન અને જુલાઈના વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે.

1) આજથી ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદની શરૂઆત થશે.

2) 21, 22 જૂનના રોજ વરસાદનું જોર વધશે.

3) રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા.

4) ગુજરાતમાં 29 જૂન ના રોજ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.

5) જુલાઇ મહિનામાં સારો વરસાદ આવવાની શક્યતા છે. 

6) 13 જુલાઈ પછી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પશ્વિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા સહિતના ભાગો, ઉત્તર ગુજરાત માં મહેસાણા, હારીજ, પાટણ, સિધ્ધપુર, બેચરાજી, કડી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, વિરમગામનાં ભાગોમાં સારો વરસાદ થશે. 

7) વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી.

ખાનગી સંસ્થા Skymet ની આગાહી: skymet પોતાના રિપોર્ટ માં જણાવ્યું છે ગુજરાતમાં ભારે વરસાદ માટે હજી રાહ જોવી પડશે. હાલ ગુજરાત રાજ્ય પર કોઈ મોટાં વાદળનો ઘેરાવો (WD - LP - UAC) - ભેજ વાળા ભારે પવનો જણાતો નથી જેથી સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડે તેવી શક્યતા ઓછી છે. અને સાથે જણાવ્યું હતું કે જૂન મહિનાનાં છેલ્લા વીકમાં પણ વરસાદ ની શકયતાં ઘણી ઓછી છે. અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ સારો વરસાદ પડે તેવા અહેવાલો જણાતાં નથી, જોકે જુલાઈ ના પ્રથમ અઠવાડિયાની હજી ઘણી વાર છે એટલે આગમી દિવસોમાં તેમની વધારે માહિતી જણાવતા રહીશું. જ્યારે અંબાલાલ કાકાએ પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે 13 જુલાઈ પછી સારો વરસાદ જોવા મળશે.

અંબાલાલ પટેલ અને skymet ની આગાહી મળતી આવે છે અને ગુજરાતમાં ચોમાસું પણ અટકી પડેલ છે. જોકે હાલમાં ગુજરાતનાં ઘણાં વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે.