Top Stories
khissu

ગુજરાત માટે Skymet ખાનગી સંસ્થા દ્વારા મોટી આગાહી...

Skymet ખાનગી સંસ્થાના દેવેન્દ્ર ત્રિપાઠી દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને સાપ્તાહિક પૂર્વાનુમાન જણાવવામાં આવ્યું છે. માહિતી આપતાં જણાવ્યું હતું ગુજરાતમાં આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. પંરતુ ઓગસ્ટ મહિનાનું આ સપ્તાહ (16-22 ઓગસ્ટ સુધી) ગુજરાતનાં લોકો માટે આનંદના સમાચાર લઈને આવ્યું છે. કેમ કે આ અઠવાડિયે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

15-16 તારીખ દરમિયાન ગુજરાત નું વાતાવરણ ચોખ્ખુ રહશે. પરંતુ દક્ષિણ ગુજરાત નાં ઘણાં વિસ્તારોમાં હળવો સામાન્ય વરસાદ થઈ શકે છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લા વરસાદ પડી શકે છે. બાકીનાં વિસ્તારોમાં સાફ અને શુષ્ક વાતાવરણ જોવા મળશે.

17-18 ઓગસ્ટથી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. એક સાથે મૌસમ ભારે સક્રિય થશે. કેમ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે જેમની અસર ગુજરાતમાં ચાલુ થઈ જશે. દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે. ગાંધીનગર, અમદાવાદ સહિત ઘણા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે.

17 તારીખ પછી ગાંધીનગર, મોડાસા, અમદાબાદથી લઈને નીચે છેક દક્ષિણ ગુજરાત સુધી લગાતાર વરસાદ ચાલુ રહશે. 17 તારીખથી 21 તારીખ સુધી એકધારો વરસાદ ચાલુ રહશે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી મહિસાગર, દાહોદ, ગોધરા, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાન્સ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે. આ જીલ્લામાં મધ્યથી સામાન્ય વરસાદ તો જોવા મળશે જ. પરંતુ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. 

20-21 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદ પણ વરસાદ સંભાવના રહશે. જોકે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની વધારે સંભાવના નથી. પરંતુ 21-22 તારીખ દરમિયાન સારો વરસાદ મળી શકે છે. 
જ્યારે સૌરાષ્ટ્રમાં પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, મોરબીમાં વરસાદ શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્વિમ સૌરાષ્ટ્ર માં દ્વારકા, વેરાવળ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં સાવ સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે. કચ્છ જિલ્લામાં પણ ડ્રાઇ વેધર જ જોવા મળશે. જોકે  કચ્છનાં પૂર્વીય ક્ષેત્રોમાં 20-21 તારીખ આજુબાજુ વરસાદ પડી શકે છે. 

ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનાથી સારો વરસાદ પડયો હોય તેવું જણાતું નથી. આવનારા દિવસોમાં ફરીથી સારો વરસાદ થાય તેવી આશા છે. ગુજરાતનાં ઘણાં શહેરોમાં નદીનાળામાં પાણી ભરાય તેવા સંજોગો બની શકે છે. જોકે હવામાન વિભાગે પણ ગુજરાત માટે 22 તારીખ સુધી વરસાદ આગાહી જણાવી છે.