Top Stories
આવતી કાલથી નાનો વરસાદ રાઉંડ ચાલુ, વાતાવરણમાં થયો ફેરફાર, જાણો ક્યાં ક્યાં આગાહી?

આવતી કાલથી નાનો વરસાદ રાઉંડ ચાલુ, વાતાવરણમાં થયો ફેરફાર, જાણો ક્યાં ક્યાં આગાહી?

નમસ્કાર ખેડૂત ભાઈઓ,
હાલમાં ઉત્તર મધ્ય ભારતમાં વાતાવરણમાં એક મોટું હાઇ પ્રેશર બનેલ છે જે ચોમાસાના પ્રબળ પરિબળોને નીચે ધકેલી રહ્યું છે. જ્યારે બીજી બાજુ ચોમાસું પણ આગળ વધવા પરિબળોને મજબૂત કરી રહ્યું છે. તેમ છતાં ઉપલા સ્તરમાં હાઈ પ્રેશર વધારે હોવાને કારણે ચોમાસું આગળ વધી શકતુ નથી. એટલે કે બંને વચ્ચે હાલમાં થોડી ફાઈટ ચાલી રહી છે. પરંતુ હાલમાં વાતાવરણની હલચલ જોતા લાગી રહ્યું છે કે ચોમાસું પ્રબળ પરિબળો સાથે આગામી ત્રણથી ચાર દિવસ સુધી થોડું આગળ વધશે. અને જેમના કારણે વાતાવરણ માં સુધારો જોવા મળશે અને કડાકા ભડાકા સાથે વરસાદ પણ જોવા મળશે.

કઈ તારીખમાં વાતાવરણ સુધરશે?
આજથી આવનાર 6 દિવસ એટલે કે 2 જુલાઈ સુધી માં વાતાવરણમાં ઘણો ફેરફાર જોવા મળશે. આજથી ઉત્તર પૂર્વ, મધ્ય પૂર્વ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણ ની અંદર સુધારો જોવા મળશે અને બધી બાજુ કડાકા-ભડાકા સાથે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે.

આગામી 4 દિવસ ક્યાં-ક્યાં વરસાદ પડી શકે?
જોકે વાતાવરણમાં અસ્થિરતા ઊભી થવાને કારણે / ઠંડરસ્ટ્રોમનો વરસાદ જોવા મળશે, Thunderstorm નો વરસાદ ક્યાં પડે એમની માટે કોઈ નક્કી વિસ્તાર હોતા નથી છૂટા-છવાયા લોકલ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 

સૌરાષ્ટ્રમાં આગાહી: સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયાઇ પટ્ટીના વિસ્તારોમાં થોડી વધારે શક્યતાઓ રહેલી છે સાથે ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. એ સિવાઈ અમુક એવા વિસ્તારો હોય શકે કે જ્યાં અનુકૂળ સંજોગ મુજબ વરસાદ પડી જાઈ. 
દક્ષિણ ગુજરાતમાં: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ આ વર્ષે થોડું વધારે રહ્યું છે અને હજી આવનારા ચાર દિવસમાં છુટા-છવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
મધ્ય ગુજરાતમાં: મધ્ય ગુજરાતમાં વધારે શકયતાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર બાજુનાં જિલ્લામાં રહેલ છે.
ઉત્તર ગુજરાતમાં: ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા લાગુ વિસ્તારોમાં છૂટોછવાયો ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
કચ્છમાં: કચ્છ જિલ્લામાં વરસાદ ની શક્યતાઓ નહીંવત્ ગણી શકાય છે, પરંતુ ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાં વરસાદ નસીબજોગે પડી શકે છે. 

સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે?
હવામાન વિભાગ દ્વારા અને ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા સાર્વત્રિક વરસાદ ને લઈને અલગ-અલગ અહેવાલો આપવામાં આવે છે. દિવસેને દિવસે વાતાવરણ મુજબ અલગ અલગ આગાહીઓ કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં 5 જુલાઈ પછી કોઈ સારી સીસ્ટમ બનશે તો સાર્વત્રિક વરસાદ ની આગાહી રહેલી છે. જોકે હાલમાં કોઇ સિસ્ટમ એકદમ વ્યવસ્થિત દેખાતી નથી અથવા દરરોજ દરરોજ સિસ્ટમની અંદર બદલાવ જોવા મળે છે. એટલે વેધર ચાર્ટ સિસ્ટમના માધ્યમથી હાલમાં પરફેક્ટ આગાહીઓ જણાવી શકાતી નથી. થોડા દિવસો પસાર થસે તેમ તેમ આગાહી સ્પષ્ટ થતી જશે જે અમે Khissu ની Application થી આપને જણાવતાં રહીશું માટે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો.

નોંધ: વાતાવરણમાં અસ્થિરતા વધી રહી છે અને જે વરસાદ જોવા મળશે એ ઠંડરસ્ટ્રોમનો વરસાદ જોવા મળશે, જે વરસાદ જ્યાં જોવા મળશે ત્યાં ભારે પણ પડી શકે છે. જોકે ચોમાસાની જેમ સારો અને ભારે વરસાદ પડે એવી શકયતા ઓછી જણાઈ રહી છે કેમ કે clouds system એટલી મજબૂત જણાતી નથી. કુદરતી પરિબળો અને ચોમાસાની સિઝન હોવાને કારણે આગાહીમાં થોડો-ઘણો ફેરફાર થઈ શકે છે.

જુલાઈ મહિનામાં કેટલા નક્ષત્ર જોવા મળશે? કેટલો વરસાદ? 
જુલાઈ મહિનામાં બે નક્ષત્ર જોવા મળશે, જેમાંનું એક નક્ષત્ર હશે પુનર્વસુ અને એક નક્ષત્ર હશે પુષ્પ. પુનર્વસુ નક્ષત્ર ની શરૂઆત ૫ જુલાઇના રોજ 05:19 કલાક/મિનિટે થશે તેમનું વાહન ઉંદર હશે. જ્યારે પુષ્પ નક્ષત્રની શરૂઆત ૧૯ જુલાઈના રોજ સવારે 04:46 કલાક/મિનિટે થશે. પુષ્પ નક્ષત્રનું વાહન ઘોડો હશે. પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે વરસાદ જોવા મળે જ્યારે પુષ્પ નક્ષત્રમાં છૂટોછવાયો વરસાદ જોવા મળે છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા જો તમે આ માહિતી અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી દરેક ખેડૂતો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.