દિવાળી પર્વની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડો ફરી રાબેતા મુજબ ધમધમવા લાગ્યા હોઇ, આજે મંગળવારે અગ્રણી યાર્ડોમાં કપાસની 1.47 લાખ મણની આવક નોંધાઇ હતી. ઓછી આવકો વચ્ચે ભાવમાં આજે પ્રતિ મણે ઘટ્યા ભાવથી રૂ.15 થી 20નો સુધારો જોવા મળ્યો હતો. લાભપાંચમથી પીઠાઓમાં કપાસની હોંબેશ આવકો શરૂ થશે તેમજ પરપ્રાંતમાંથી પણ કપાસના વાહનોની આવકો વધી જશે, તેવી
ગણતરીઓ ખોટી પડી હોય તે રીતે હાલ પીઠાઓમાં ગત સાલ જે આવકો થઇ રહી હતી તેનાથી અડધી જ આવકો નોંધાઇ રહી છેે.
આ પણ વાંચો: નવી મગફળીના ભાવમાં તેજી: ૧૫૮૫ રૂપિયા ઉંચો ભાવ, જાણો આજના મગફળીના બજાર ભાવ
તો પરપ્રાંતમાંથી પણ કપાસની જૂજ આવકો જ થઇ રહી છે. બે દિવસ પહેલા મેઇન લાઇનનો કપાસ આવવાનો શરૂ થયો છે પરંતુ તેમાં માત્ર 30-31ના ઉતારા આવી રહ્યાની ફરિયાદો ઉઠી રહી છે. આજે એ ગ્રેડ કપાસના રૂ.1670-1725, બી ગ્રેડના 1600-1670 અને નબળી ક્વોલિટીનો સી ગ્રેડના રૂ.1550-1600ના ભાવ બોલાયા હતા.
કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 01/11/2022 ને મંગળવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ ધનસુરા માર્કેટ યાર્ડમાં રૂ. 1850 સુધીનો બોલાયો હતો.
કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):
તારીખ 01/11/2022 ને મંગળવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1580 | 1774 |
જસદણ | 915 | 1790 |
મહુવા | 1300 | 1765 |
જામજોધપુર | 1300 | 1786 |
ભાવનગર | 1351 | 1700 |
જામનગર | 1400 | 1700 |
બાબરા | 1500 | 1824 |
વાંકાનેર | 1200 | 1735 |
હળવદ | 1325 | 1754 |
વિસાવદર | 1521 | 1711 |
તળાજા | 1055 | 1698 |
ઉપલેટા | 1200 | 1815 |
ધોરાજી | 1396 | 1766 |
વિછીયા | 1450 | 1725 |
ધારી | 1100 | 1725 |
લાલપુર | 1500 | 1761 |
ધ્રોલ | 1400 | 1656 |
પાલીતાણા | 1400 | 1700 |
સાયલા | 1290 | 1752 |
ધનસૂરા | 1600 | 1850 |
મોડાસા | 1500 | 1671 |
ગઢડા | 1560 | 1816 |
ઢસા | 1550 | 1675 |
ધંધુકા | 1325 | 1710 |
વીરમગામ | 1447 | 1705 |
લાખાણી | 1626 | 1700 |