LPG ગેસ સિલિન્ડરના ભાવ ફરી વધ્યા: એક બાજુ પેટ્રોલ ડિઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે આ બાજુ ગેસ સિલિન્ડરના ભાવ વધી રહ્યા છે અને એ પણ કાંઈ જેવા તેવા નહીં સીધાં જ ૨૫ કે ૫૦ રૂપિયાનો વધારો થાય છે અને એ પણ એક જ મહિનામાં લગભગ બે ત્રણ વખત વધારો કરવામાં આવે છે.
ડિસેમ્બર મહિનામાં બે વખત ભાવ વધારો: મિત્રો, LPG ગેસ સિલિન્ડરના ભાવ સતત વધતાં જોવા મળી રહ્યા છે. છેલ્લે આપણે જો ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં તેના ભાવ વધારવામાં આવ્યા અને ૫૯૪ થી ૬૪૪ રૂપિયા કરી દેવામા આવ્યા. ત્યારબાદ ૧૫ ડિસેમ્બરના રોજ એકવાર ફરી તેની કિંમતમાં ૫૦ રૂપિયા વધારીને ૬૯૪ રૂપિયા કરાઈ. આમ એક જ મહિનામાં બે વખત ભાવ વધારો થયો.
ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત વધારો: ૪ ફેબ્રુઆરીના રોજ ૨૫ રૂપિયાનો વધારો કરી ૬૯૪ રૂપિયાથી વધીને ૭૧૯ રૂપિયા કરાઈ ત્યારબાદ ૧૪ ફેબ્રુઆરીએ ૫૦ રૂપિયા વધારીને ૭૬૯ કરાઈ અને ૨૫ ફેબ્રુઆરીએ ફરીથી ૨૫ રૂપિયાનો વધારો કરી ૭૯૪ રૂપિયા ભાવ થયો. આમ જો માત્ર ફેબ્રુઆરી મહિનાની જ વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વાર વધારો થયો છે.
માર્ચ મહિનાની શરૂઆતમાં ફરી વધારો: હવે માર્ચ મહિનાની શરૂઆતમાં જ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો. જોકે દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે જેથી માર્ચ મહિનાની પહેલી તારીખે ફરી વધારો કરવામાં આવ્યો છે.
ફરીથી ઘરેલું સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કરાયો: ડિસેમ્બર, ફેબ્રુઆરી અને હવે માર્ચ મહિનામાં પણ ફરીથી ૨૫ રૂપિયાનો વધારો કરાયો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કરાયો છે જેથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ ૭૯૪ રૂપિયાથી વધીને ૮૧૯ રૂપિયા થયો છે.
૧૯ કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવમાં ૯૫ રૂપિયાનો વધારો: ૧૯ કિલોગ્રામવાળા LPG ગેસ સિલિન્ડરના ભાવમાં શરૂઆતમાં જ એક સાથે ૯૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. જેથી હવે ૧૯ કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ ૧૬૧૪ થઈ ચૂકયો છે.
ત્રણ મહિનામાં જ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૨૫ રૂપિયાનો વધારો થયો: મિત્રો, ડિસેમ્બર મહિનામાં બે વખત વધારો થયો, ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત વધારો થયો અને આજે ફરીથી ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો થયો. આમ ત્રણ મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કુલ ૨૨૫ રૂપિયાનો વધારો કર્યો.