Top Stories
અળસિયાના ખાતર દ્વારા ઘરે બેઠા કરો લાખોની કમાણી

અળસિયાના ખાતર દ્વારા ઘરે બેઠા કરો લાખોની કમાણી

કોરોનાકાળમાં ઘણા લોકોની નોકરી છૂટી ગઈ છે તો ઘણા લોકો ઓછા પગારના કારણે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. એવામાં ઘણા લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા વિચારી રહ્યા છે. પરંતુ ઘણીવાર એવુ થાય કે શું કરવુ તેની સમજ નથી પડતી. તો આજે અમે તમને એવા વ્યવસાય વિશે જણાવીશું જેના દ્વારા તમે સારામાં સારી કમાણી કરી શકો છે. નોધનિય છે કે હાલમા આ બિઝનેસની માગ પણ વધારે છે.

તો મિત્રા આજે અમે તમને વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાના ખાતર વિશે માહિતી આપીશું. ગાયના છાણને વર્મી કમ્પોસ્ટમાં રૂપાંતરિત કરીને તમે મોટી કમાણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે, જો અળસિયાને ગાયના છાણના રૂપમાં ખોરાક આપવામાં આવે તો તેને ખાધા પછી વિઘટનથી બનેલા નવા ઉત્પાદનને અળસિયાનું ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. નોંધનિય છે કે, ગાયના છાણને વર્મી કમ્પોસ્ટમાં રૂપાંતરિત કર્યા પછી તેમાંથી વાસ આવતી નથી. આ ઉપરાંત તે માખીઓ અને મચ્છરોને પણ એકઠા થવા દેતુ નથી. એટલુ જ નહીં તેનાથી પર્યાવરણ પણ સ્વચ્છ રહે છે.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે, તેમાં 2-3 ટકા નાઇટ્રોજન, 1.5 થી 2 ટકા સલ્ફર અને 1.5 થી 2 ટકા પોટાશ હોય છે. તેથી જ અળસિયાના ખાતરને શ્રેષ્ઠ માનવામાં આવે છે. અળસિયા ખાતરનો વ્યવસાય શરૂ કરવો એકદમ સરળ છે. તમે તમારા ઘરના ખેતરના ખાલી ભાગોમાં સરળતાથી શરૂ કરી શકો છો. આ ઉપાંરત તેના માટે  કોઈપણ પ્રકારનો નવો શેડ બનાવવાની પણ જરૂર નથી. તમારે ફક્ત જાનવરોથી બચાવવા થોડી મહેનત કરવી પડશે.

આ માટે તમે બજારમાંથી લાંબા અને ટકાઉ પોલીથીન ટ્રીપોલીન ખરીદો પછી તેને 1.5 થી 2 મીટર પહોળાઈ અને જરૂરિયાત પ્રમાણે લંબાઈમાં કાપી લો. ત્યાર બાદ તમારી જમીનને સમતળ કરો પછી, તેના પર ટ્રિપોલીન નાખીને છાણ ફેલાવી દો. ગાયના છાણની ઊંચાઈ 1 થી 1.5 ફૂટની વચ્ચે રાખો. હવે એ છાણની અંદર અળસિયા મૂકો. 20 બેડ માટે લગભગ 100 કિલો અળસિયાની જરૂર પડશે. લગભગ એક મહિનામાં ખાતર તૈયાર થઈ જશે.

ખાતરનું વેચાણ કેવી રીતે કરવું?
આ માટે ઓનલાઈનનો આધાર પણ લઈ શકો છો. તમે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઇટ્સ દ્વારા ખાતર વેચી શકો છો. આ ઉપરાંત તમે સીધા ખેડૂતોનો સંપર્ક કરીને પણ તમારું વેચાણ વધારી શકો છો. જો તમે તમારા અળસિયા ખાતરનો વ્યવસાય 20 બેડ સાથે શરૂ કરો છો, તો 2 વર્ષમાં 8 લાખથી 10 લાખ ટર્નઓવર ધરાવતો બિઝનેસ બની જશો. આમ તમે ઘરે બેઠા સાકી કમાણી કરી શકશો.