Top Stories
આજથી મૃગશીર્ષ નક્ષત્ર નો આરંભ / જાણો આ નક્ષત્રમાં કઈ તારીખે, કેટલો વરસાદ પડશે?

આજથી મૃગશીર્ષ નક્ષત્ર નો આરંભ / જાણો આ નક્ષત્રમાં કઈ તારીખે, કેટલો વરસાદ પડશે?

આજે 8 જૂન, આજથી ગુજરાત રાજ્યમાં વરસાદનાં પહેલાં નક્ષત્ર નો આરંભ થશે. આજે 06:44 કલાક/મિનિટ થી મૃગશીર્ષ નક્ષત્ર નો પ્રારંભ થયો છે. આ નક્ષત્રમાં પવન ફૂંકાય અને વરસાદનો આરંભ થતો હોય છે. મૃગશીર્ષ નક્ષત્ર નું વાહન ગધેડો છે આ નક્ષત્રમાં બફારો થાય, પવન સાથે વરસાદ ફૂંકાય અને વરસાદનો આરંભ થાય.

વર્ષ ૨૦૨૧ નું વરસાદનું પ્રથમ નક્ષત્ર મૃગશીર્ષ નક્ષત્ર ની શરૂઆત થઇ ચૂકી છે સામાન્ય રીતે આ નક્ષત્ર થી વરસાદની શરૂઆત થતી હોય છે. મૃગશીર્ષ નક્ષત્ર ૦૮-૦૬-૨૦૨૧ ૨૦-૬-૨૦૨૧ સુધી ચાલશે.

હાલની આગાહી મુજબ મૃગશીર્ષ નક્ષત્ર માં કેટલો વરસાદ પડી શકે?
મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ ની શરૂઆત થતી હોય છે બફારા સાથે પવન ફૂંકાતો હોય છે અને અમુક ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી જતો હોય છે જેમાં ઝીરો થી પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકતો હોય છે પરંતુ તે અમુક વિસ્તારો જ હોય. આ વર્ષે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ૧૭થી ૨૦ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસી જશે તો એ અંતર્ગત આ નક્ષત્ર ના છેલ્લા દિવસોમાં ભારે-અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં અને મધ્ય થી હળવો વરસાદ જોવા મળી શકે. સાથે અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ બની રહે છે જે સિસ્ટમ ના ભાગરૂપે ગુજરાતમાં 14થી 17 તારીખ વચ્ચે પણ ભારે વરસાદ પડી શકે છે. 

હવે ટૂંક જ સમયમાં ચોમાસું ચાલુ થઇ જશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે મુજબ પ્રિ-મોન્સૂન એક્ટીવીટી નો વરસાદ પણ ગુજરાતમાં વરસી રહ્યો છે ફરી એક વખત ગઈકાલે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૭થી ૨૦ જૂન વચ્ચે ચોમાસું બેસી જશે તેમની પહેલાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે ગુજરાતના મોસ્ટ ઓફ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળશે. આવનારા પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ચાલુ થઈ જાય તેવી તીવ્ર સંભાવના છે (જોકે હવામાન વિભાગ દ્વારા Official જાહેરાત કરવામાં નહીં આવે પરંતુ ભારેથી અતિભારે વરસાદ વાવણી લાયક વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચાલુ થઇ જશે)

હવામાન વિભાગે જે ચોમાસાની આગાહી કરી છે તે પહેલા અરબી સમુદ્ર માં એક મોટી સિસ્ટમ બનવાની છે જે સિસ્ટમ ચોમાસાની ગતિ વિધિઓ ને થોડો વધારે વેગ આપશે અને ગુજરાતમાં 12 તારીખ પછી સારો વરસાદ જોવા મળશે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર - મુંબઈ લાગુ અરબી સમુદ્રમાં મોટો ટ્રફ બનશે જે વરસાદના પરિબળોને મજબૂત બનાવશે. ગુજરાતમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં ત્યાર પછી મધ્ય ગુજરાતમાં ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં અને છેલ્લે કચ્છની અંદર વાવણીલાયક વરસાદ જોવા મળશે. એટલે કે ૧૫ જૂન થી ૨૭ જૂન સુધીમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસી જશે.

આ નક્ષત્રમાં અંબાલાલ પટેલ ની આગાહી નો પણ સમાવેશ થાય છે. વર્ષ 2021 ના ચોમાસાને લઈને અંબાલાલ પટેલ સૌથી મોટી આગાહી: ગઈકાલે અંબાલાલ પટેલે એક ખાસ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ૨૮-૨૯ જૂન થી ચોમાસું ચાલુ થશે. જ્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે ૧૭- ૨૦ જૂન સુધીમાં ચોમાસું બેસી જશે. જ્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી માં ઘણો મતાંતર જોવા મળી રહ્યો છે. 
1) અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ૧૧ અને ૧૨ જૂને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે.
2) ગુજરાતમાં ૧૫ થી ૧૯ જૂન વચ્ચે હળવો વરસાદ પડશે, જે વરસાદ મધ્ય અને પૂર્વ ભાગોમાં વધારે જોવા મળશે.
3) સાથે જણાવ્યું હતું કે સત્તાવાર ચોમાસું બેસવાને હજી ૨૦ દિવસ ની વાર છે.
4) ૯-૧૧ જૂનમાં છૂટો છવાયો વરસાદ પડશે.
5) પૂર્વ પટ્ટી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રિ- મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ચૂકી છે.

આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરી લો.