Top Stories
khissu

નોકરી છોડો શરી કરો વ્યવસાય, દર મહિને કરો 1 લાખથી પણ વધુની કમાણી

આજે પોતાનો વ્યવસાય કરવા માટે બજારમાં ઘણા બધા વિકલ્પો ઉપ્લબ્ધ છે. તમે ધારો તે વ્યવસાય કરી શકો છો કારણ કે હવે બહુ બધી સુવિધાઓ આસાનીથી ઉપ્લબ્ધ થવા લાગી છે. અલબત્ત તમે ઓછા રોકાણે વધુ વળતર પ્રાપ્ત કરી શકો છો. એવો જ એક વ્યવસાય છે કોર્ન ફ્લેક્સ બનાવવાનો. આ વ્યવસાય દ્વારા તમે દર મહિને 1 લાખથી પણ વધુ રૂપિયા કમાઈ શકો છો.

કોર્ન ફ્લેક્સ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ, કેમકે લગભગ બધાના ઘરોમાં સવાર-સવારમાં નાસ્તા માટે તેનો ઉપયોગ થાય છે. તે ખૂબ સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક છે. તેથી તેને સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. આ કારણથી તેની બજારમાં સારી માંગ છે જો તમે આ વ્યવસાય કરો છો તમે દર મહિને તગડી કમાણી કરી શકશો.

કોર્ન ફ્લેક્સના વ્યવસાય માટે તમારે મકાઈનું ઉત્પાદન કરવાનું રહેશે અથવા તો મકાઈ તમે તૈયાર પણ લઇ શકો છો. ઉપરાંત, તમારી પાસે કુલ 2,000 થી 3,000 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. જેમાં મકાઈ સ્ટોર કરવા માટે વેરહાઉસ પણ રાખી શકાય. ત્યારબાદ આ વ્યવસાય માટે જરૂરી સાધનો તથા મશીનો લેવાના રહેશે. આ મશીનો કોર્ન ફ્લેક્સ ઉપરાંત, ઘઉં અને ચોખાના ફ્લેક્સ બનાવવા માટે પણ ઉપયોગી છે.

હવે વાત કરીએ મેનેજમેન્ટની તો તમારે પરિવહન ખર્ચમાં ઘટાડો કરવા માટે તેવા વિસ્તારમાં વ્યવસાયની સ્થાપના કરવી જોઈએ જ્યાં મકાઈનું ઊંચું ઉત્પાદન થતું હોય તેવા વિસ્તારમાં વ્યવસાયની સ્થાપના કરવી જોઇએ. જો તમારે નાના પાયે આ વ્યવસાય શરૂ કરવો હશે તો ઓછો ખર્ચ થશે અને જો તમે મોટા પાયે વ્યવસાય શરૂ કરવા માગો છો તો આ વ્યવસાયમાં શરૂઆતમાં તમારે ઓછામાં ઓછા 5 થી 8 લાખનું રોકાણ કરવાનું રહેશે                      

કેન્દ્ર સરકાર કરશે મદદ
મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી મુદ્રા લોન યોજના હેઠળ સરકાર સ્ટાર્ટ અપ બિઝનેસમેનને 90 ટકા સુધીની લોન આપે છે. જો તમે 50, 000 રૂપિયાથી બિઝનેસ શરૂ કરો છો, તો તમારે શરૂઆતમાં માત્ર 50,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે, બાકીના પૈસા તમને સરકાર તરફથી લોનના રૂપમાં મળશે.