Top Stories
khissu

વગર રોકાણે પણ કરી શકાય છે વ્યવસાય, જાણો કેવી રીતે?

આજકાલ લોકો વ્યવસાય તરફ વધુ જઇ રહ્યા છે. લોકો ઓછા રોકાણે અઢળક કમાણી કરી રહ્યા છે. પરંતુ તમે ક્યારેય એ સાંભળ્યુ છે કે રોકાણ વગર પણ વ્યવસાય કરીને લાખો રૂપિયા કમાઇ શકાય છે એમ. જી હાં, મિત્રો રોકાણ કર્યા વગર પણ તમે વ્યવસાય દ્વારા લાખો રૂપિયા કમાઇ શકો છો. આ વ્યવસાય છે Affiliate Marketing. તો ચાલો આ રસપ્રદ કાર્ય વિશે માહિતી મેળવીએ.

Affiliate Marketing એટલે અન્ય લોકોના ઉત્પાદનોનો વેચાણ માટે પ્રચાર કરી, બદલામાં કમિશન મેળવવું. માર્કેટમાં ઘણી કંપનીઓ છે જે આ વ્યવસાયમાં કાર્યરત લોકોને લાખો અબજોનું કમિશન આપે છે. આ કાર્ય કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે તે કાર્ય ગમે ત્યારે કરી શકો છો. ટૂંકમાં કહીએ તો, Affiliate Marketing માં કોઇ એક કંપની માટે તમારે સેલરની ભૂમિકા ભજવવાની હોય છે. આ ઇન્ટરનેટ યુગમાં Affiliate Marketing એ જબરો વેગ પકડ્યો છે. જો તમારે પણ Affiliate Marketing દ્વારા કમાણી કરવી છે તો તમે Amazon, Flipkart, MakeMyTrip, Snapdeal વગેરે જેવી કોઇ પણ કંપની સાથે જોડાઇ શકો છો.

અહીં વાત કરીએ Amazon કંપનીની તો તમે એમેઝોન સાથે જોડાઈને ઘણા પ્રકારના બિઝનેસ પણ ખોલી શકો છો. Amazon Seller બનીને, તમે Amazon પર તમારી પ્રોડક્ટ પણ વેચી શકો છો, આ માટે તમારે લાંબો સમય રોકાણ કરવું પડશે, તો જ તમે આ કરી શકશો. પરંતુ જો તમારે રોકાણ કર્યા વગર બિઝનેસ કરવો હોય પણ તમે એમેઝોન દ્વારા કરી શકો છો. તમે એમેઝોનના Affiliate Programme સાથે મફતમાં જોડાઈને ઓનલાઈન બિઝનેસ કરી શકો છો.  

Amazon Seller બનવા તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ https://affiliate-program.amazon.in/? પર જવાનું રહેશે. આ લિંક દ્વારા જોડાઇને તમે ઉત્પાદનોને પ્રમોટ કરી શકો છો. જો તમે YouTuber કે બ્લોગર છો તો આ વ્યવસાય તમારા કામનો છે. આજકાલ તો ઘણા વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, YouTubers, બ્લોગર્સ અને ઘણા લોકો એમેઝોનના એફિલિએટ પ્રોગ્રામ સાથે સંકળાયેલા છે, અને ખૂબ સારી કમાણી કરી રહ્યા છે.