મધ્યપ્રદેશમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યું છે અને આગામી 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક વાર ચોંકાવનારી આગાહી(Ambalal Patel Rain Forecast) કરી છે.
તેમણે કહ્યું છે કે હાલની આ સિસ્ટમ 30 ઓગષ્ટ બાગ ધીમી પડશે પણ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ નિર્માણ થઇ રહી છે જેના કારણે 2 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે.
છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા
અમરેલી જિલ્લામાં 205 મીમી વરસાદ પડવાની શક્યતા છે. 29 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ઝડપ પ્રતિ કલાકે 33 કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 29 થી 31 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.
પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે
રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે આજે પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે 30મી ઓગસ્ટ બાદ વર્તમાન વરસાદી સિસ્ટમ ધીમી પડશે.
2 થી 10 સપ્ટેમ્બર વરસાદ પડશે
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ બંગાળ ઉપસાગરમાં નવી સિસ્ટમ નિર્માણ પામી રહી છે. વરસાદની નવી સિસ્ટમના કારણે આગામી 2 થી 10 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે જેથી લોકોને હાલ તો વરસાદથી રાહત મળે તેવી કોઇ શક્યતા જોવા મળતી નથી.
એમપીથી ગુજરાત પહોંચેલું ડીપ ડીપ્રેશન હવે ભયંકર સાયક્લોનમાં ફેરવાશે. 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે ગુજરાતમાં કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે. આ ડીપ ડીપ્રેશન ધીમેધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. 31મી બાદ ડીપ ડીપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને ઓમાન પર ત્રાટકશે. ગુજરાતમાં હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડએલર્ટ જાહેર કરાઈ છે. ગુજરાત પરથી નીકળ્યા બાદ સાયક્લોનમાં ફેરવાશે.