Top Stories
બંગાળની ખાડીમાં મજબુત લો-પ્રેસર: ૨૩થી ૨૬ સુધી ભારે વરસાદ રાઉન્ડ, જાણો ક્યા-ક્યા જીલ્લામા?

બંગાળની ખાડીમાં મજબુત લો-પ્રેસર: ૨૩થી ૨૬ સુધી ભારે વરસાદ રાઉન્ડ, જાણો ક્યા-ક્યા જીલ્લામા?

નમસ્કાર મિત્રો, 
છેલ્લા ઘણા સમયથી અમે માહિતી આપતા હતા કે બંગાળની ખાડીમાં એક-લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જે આવતીકાલે એટલે કે 23 તારીખે બની જશે અને ત્યાર પછી એ લો-પ્રેશર સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધશે. સિસ્ટમ સીધી ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ અત્યારે ખૂબ જ ઓછી જણાઈ રહી છે પરંતુ રાજસ્થાન અને ઉત્તર મધ્ય-પ્રદેશ સુધી આ સિસ્ટમ તો પહોંચશે જ, જેમને કારણે ગુજરાતની અંદર ત્રણથી-ચાર દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે.

24 અથવા તો 25 તારીખ આજુબાજુ આ લો-પ્રેશર સિસ્ટમ રાજસ્થાન અથવા ઉત્તર મધ્યપ્રદેશ સુધી આવી નબળી પડી શકે છે. પરંતુ એ લો પ્રેશર સિસ્ટમનો ટ્રફ દક્ષિણ રાજસ્થાન, ઉત્તર મધ્ય-પ્રદેશથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુ વિસ્તારોમાં જોવા મળશે. જેમને કારણે મધ્યપ્રદેશ-રાજસ્થાન લાગુ બોર્ડરના ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ નું પ્રમાણ થોડુંક વધારે જોવા મળશે.

લો-પ્રેસર જ્યારે રાજસ્થાન સુધી પહોંચશે ત્યારે તેમને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો મળશે અને ગુજરાતમાં 23 તારીખનાં રાત્રીથી આ વરસાદનાં રાઉન્ડની શરૂઆત થઈ જશે.

મિત્રો, આ લો-પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ તો હાલ ઓછી જણાઇ રહી છે, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્ય ગુજરાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સારો જોવા મળશે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુના જિલ્લાઓ અને કચ્છની અંદર પણ છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે,જોકે ત્યાં ભારે વરસાદની શક્યતાઓ આ સિસ્ટમને કારણે જણાતી નથી.

લો-પ્રેશરની અસર ગુજરાતમાં આવતીકાલથી લઈને  25-26 તારીખ સુધી જોવા મળશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત બાજુના ઘણાખરા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. એ સિવાયના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે, જોકે સાર્વત્રિક વરસાદ પડે તેવાં સંજોગો હાલ જણાઈ રહ્યા નથી. પરંતુ લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનશે તો આગામી દિવસોમાં થોડીક વધારે અપડેટ આપવામાં આવશે.

ખેડૂત મિત્રોને એક આગોતરું એંધાણ જણાવી દઈએ કે 27 તારીખ આજુબાજુ પણ બંગાળની ખાડી માં એક નવું લો-પ્રેશર બનશે જે આ લો-પ્રેશર સિસ્ટમ કરતાં થોડું વધારે મજબૂત હોઈ શકે છે જેમની માહિતી અમે તમને આગામી દિવસોમાં Khissu ની Application જણાવતા રહીશું.

ખાસ નોંધ: કુદરતી પરિબળો ને આધારે આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઇ શકે છે. આ અમારી પોતાની આગાહી છે અમારા અનુમાન મુજબ, ખેતીના કામો કરવા માટે હવામાન વિભાગને અનુસરવું.