Top Stories
અચાનક આગાહી / આગામી 5 દિવસ 17 જિલ્લામાં પવન સાથે સાર્વત્રિક વરસાદ, જાણો ક્યાં-ક્યાં?

અચાનક આગાહી / આગામી 5 દિવસ 17 જિલ્લામાં પવન સાથે સાર્વત્રિક વરસાદ, જાણો ક્યાં-ક્યાં?

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ જોવા નથી મળ્યો અને ચોમાસુ પણ અટકેલું પડયુ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની આગાહી પણ કરવામાં નહોતી આવી પરંતુ ગઈ કાલે અચનાક આગમી 5 દિવસ વરસાદ આગાહી કરાવવામાં આવી છે. દરેક દિવસની આગાહી આજથી લઈને કાલ સવાર સુધીની કરવામાં આવી છે.

1) 17 જૂનની સવાર સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, અમદાવાદ, ભાવનગર, અમરેલી, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

2) 18 જૂનના રોજ કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સુરત, તાપી, નવસારી, વલસાડ ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને મહિસાગર, જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

3) 19 જૂન સવાર સુધીમાં કચ્છ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર, સોમનાથ અને દીવ જિલ્લામાં હળવા વરસાદની જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

4) 20 જૂનના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દિવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

5) 21 જૂનની સવાર સુધીની આગાહીમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દિવ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા પોતાની ઓફિસિઅલ વેબસાઈટ પર આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના જુદા-જુદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે એટલે ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ૧૮ અને ૧૯ જૂનના રોજ ગુજરાતમાં વરસાદ નું જોર થોડું વધારે જોવા મળશે અને ત્યાર પછી વરસાદનું પ્રમાણ ધીમે-ધીમે ઘટી શકે છે.

ક્યાં-ક્યાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આગાહી?
ગુજરાતમાં ૧૭ જૂનથી ૨0 જૂન દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ અને સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર, સોમનાથ અને જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના જે જિલ્લામાં મધ્ય વરસાદની આગાહી છે ત્યાં ભારે પવન સાથે વરસાદ પણ પડી શકે છે.

ચોમાસું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે: ગુજરાતનાં દીવ કાંઠે અને દક્ષિણ ગુજરાતનાં સુરતમાં પહોંચીને અટકેલું ચોમાસું હાલ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. ગઈ કાલે અમદાવાદમાં સારો વરસાદ જોવા મળ્યો હતો, અંદાજીત અમુક વિસ્તારોમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હશે. હાલ ચોમાસું અમદાવાદ સુધી પહોંચી ગયુ હોય તેવું જણાઈ રહ્યું છે અને જૂનનાં અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે.