khissu

સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ હોલ્ડર્સ, તેના એકાઉન્ટને ગમે ત્યાં કરી શકશે ટ્રાન્સફર, જાણો કઇ રીતે

કેન્દ્ર સરકારે દીકરીઓના ભવિષ્ય માટે ઘણી યોજનાઓ પણ શરૂ કરી છે. તેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પણ છે. જેની શરૂઆત મોદી સરકારે વર્ષ 2015માં કરી હતી. આ લાંબા ગાળાની યોજના છે. આ સ્કીમમાં પૈસા જમા કરીને તમે તમારી દીકરીના ભણતર અને ભવિષ્યને લઈને ટેન્શન ફ્રી રહી શકો છો. આ સ્કીમની ખાસ વાત એ છે કે તેમાં રોકાણ 250 રૂપિયાથી શરૂ કરી શકાય છે. અન્ય યોજનાઓ કરતાં આમાં વ્યાજ પણ સારું છે. આ સાથે ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે. એકવાર ખાતું ખોલ્યા પછી, ટ્રાન્સફર ગમે ત્યાં કરી શકાય છે.

આ માટે તમારે વધારે પૈસા લગાવવાની પણ જરૂર નથી. પહેલા નક્કી કરો કે જ્યારે તમારી દીકરી 21 વર્ષની થાય ત્યારે તમારે તેના માટે કેટલા પૈસા જોઈએ છે. તે મુજબ પૈસા જમા કરાવવાના રહેશે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહિને કરો રૂ. 10,000 ડિપોઝિટ, મેળવો જબરદસ્ત વળતર, જાણો વ્યાજ દર સહિત બધી ડિટેઇલ્સ

તમે વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો
દીકરીઓના ભવિષ્યને સુધારવા માટે સરકારની આ એક લોકપ્રિય યોજના છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 10 વર્ષ સુધીની બાળકી માટે ખાતું ખોલાવી શકાય છે. આમાં તમે ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જ્યારે દીકરી 21 વર્ષની થશે ત્યારે આ યોજના પરિપક્વ થશે. જો કે, આ યોજનામાં તમારું રોકાણ ઓછામાં ઓછું છોકરી 18 વર્ષની થાય ત્યાં સુધી લૉક કરવામાં આવશે. 18 વર્ષ પછી પણ કુલ નાણાંમાંથી 50% ઉપાડી શકાય છે. જેનો ઉપયોગ તે ગ્રેજ્યુએશન કે આગળના અભ્યાસ માટે કરી શકે છે. આ પછી, તેણી 21 વર્ષની થાય ત્યારે જ તમામ પૈસા ઉપાડી શકાય છે.

શું હું એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકું?
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલ્યા પછી, તમે ભારતમાં ગમે ત્યાં એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો. જો વાલી રહેઠાણના બદલાવનો પુરાવો આપે છે, તો તેનું એકાઉન્ટ મફતમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો આવો કોઈ પુરાવો બતાવવામાં ન આવે તો પોસ્ટ ઓફિસ અથવા બેંક જ્યાં એકાઉન્ટ ખોલવામાં આવે છે ત્યાં એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે 100 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

આ પણ વાંચો: FD ગ્રાહકો થશે ધનવાન, આ વિદેશી બેંકે વધાર્યા વ્યાજદર, જાણો નવા દર

બેંકમાંથી પોસ્ટ ઓફિસમાં કેવી રીતે ટ્રાન્સફર કરવું?
સૌથી પહેલા તમારે બેંકની શાખામાં જવું પડશે. આ પછી, તમે જે પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરવા માંગો છો. ત્યાં અરજી આપવાની રહેશે. તમારે પોસ્ટ ઓફિસનું સંપૂર્ણ સરનામું આપવું પડશે. જ્યાં તમે ટ્રાન્સફર કરવા માંગો છો. ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, SSY ખાતાધારકોએ પાસબુક અને નિર્ધારિત ફી (રૂ. 100 + GST) સાથે સંબંધિત પોસ્ટ ઓફિસમાં અરજી સબમિટ કરવાની રહેશે. આ પછી તમારું એકાઉન્ટ ટ્રાન્સફર થઈ જશે.