મોંઘવારીથી રાહત આપવા માટે, રિઝર્વ બેંક (RBI) એ ગયા વર્ષે તેના રેપો રેટમાં સતત વધારો કર્યો છે. આની અસર બેંકના ગ્રાહકો પર પડી છે અને બેંકના થાપણ દરમાં સતત વધારો જોવા મળ્યો છે. આ શ્રેણીમાં વિદેશી બેંક સિટી બેંક ઈન્ડિયાએ પણ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) થાપણો પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.
બેંકે રૂ. 2 કરોડથી નીચેની ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, નવા દરો 13 જાન્યુઆરી, 2022થી લાગુ થઈ ગયા છે. ફેરફાર પછી, બેંક હવે 7 દિવસથી 1096 દિવસમાં પાકતી થાપણો પર 2.10 ટકાથી 3.50 ટકાની વચ્ચે વ્યાજ દર ઓફર કરી રહી છે. સિટીબેંક 181 દિવસથી 400 દિવસની મુદત પર મહત્તમ 7.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહિને કરો રૂ. 10,000 ડિપોઝિટ, મેળવો જબરદસ્ત વળતર, જાણો વ્યાજ દર સહિત બધી ડિટેઇલ્સ
સિટીબેંક એફડી દરો
સિટીબેંક 7 દિવસથી 14 દિવસમાં પાકતી FD પર 2.10% અને 15 દિવસથી 35 દિવસમાં પાકતી FD પર 2.15% વ્યાજ દર ઓફર કરી રહી છે. સિટીબેંક 36 દિવસથી 180 દિવસમાં પાકતી FD પર 3.50% વ્યાજ દર ઓફર કરી રહી છે. સિટીબેંક 181 દિવસથી 400 દિવસમાં પાકતી FD પર મહત્તમ 7.25% વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંકના ગ્રાહકોને 401 થી 1096 દિવસની વચ્ચેની FD પર 3.50%ના દરે વ્યાજ મળશે.
RBIએ ગયા વર્ષમાં રેપો રેટમાં 5 વખત વધારો કર્યો છે
રિઝર્વ બેંકે ગયા વર્ષે રેપોમાં 5 વખત વધારો કર્યો હતો. ફુગાવાને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે, મધ્યસ્થ બેંકે 7 ડિસેમ્બર, 2022 ના રોજ દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં વધુ 0.35 ટકાનો વધારો કરીને 6.25 ટકા કર્યો હતો.
આ પણ વાંચો: Share Market: HDFC બેંકે આપ્યા સારા સમાચાર, મળ્યો આટલો મોટો નફો
ઘણી બેંકોએ ફિક્સ ડિપોઝીટના દરમાં વધારો કર્યો છે
નોંધનીય છે કે તાજેતરમાં SBI, PNB, કોટક મહિન્દ્રા બેંક, HDFC બેંક, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, યસ બેંક, જન સ્મોલ ફાઇનાન્સ બેંક વગેરેએ પણ તેમના FD દરમાં વધારો કર્યો છે. RBI દ્વારા રેપો રેટમાં વધારા બાદ FD રેટ વધારવાની આ પ્રક્રિયા શરૂ થઈ છે.