નમસ્કાર ખેડૂત ભાઈઓ,
છેલ્લા કેટલાક દિવસોથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં જંગી વધારો જોવા મળ્યો છે. જેમને કારણે સરેરાશ ભાવમાં પ્રતિ મણે ૨૫ થી ૫૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે આવનાર દસ દિવસની અંદર હજી પણ આવક માં વધારો થાય તેવી ફુલ શક્યતાઓ રહેલી છે જેને કારણે ફરી પ્રતિ મણે ૫૦ થી ૬૦ રૂપિયાનો ઘટાડો થાય તેવી શક્યતાઓ રહેલી છે.
એક સર્વે મુજબ ફેબ્રુઆરી મહિનામાં ડુંગળીના ભાવ ની અંદર ઘટાડો જોવા મળશે, જ્યારે હાલમાં સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ સારા મળી રહ્યા છે. જેથી તેનું વેચાણ કરવામાં ફાયદો છે.
સૌરાષ્ટ્ર નાં માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી ની આવક વિપુલ પ્રમાણ માં જોવા મળી રહી છે. મહુવા અને ગોંડલ માર્કેટીંગ યાર્ડની વાત કરીએ તો સૌથી વધુ આવક ત્યાં જોવા મળી રહી છે. ગોંડલ ની વાત કરીએ તો કાલની તારીખમાં માર્કેટ યાર્ડ ડુંગળી ની આવકથી ઉભરાયું હતું. લગભગ ૧ લાખ ક્ટ્ટા ની આવક થઇ હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૧ મણ ડુંગળી નાં ભાવ અંદાજે ૨૫૦ થી ૪૫૦ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર નાં માર્કેટીંગ યાર્ડો ડુંગળીથી ઉભરયેલા હોવા છતાં અમદાવાદ માં ૧ કિલો ડુંગળીનો ભાવ ૪૦ થી ૫૦ રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ની નવી આવક શરૂ થતાં ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમ છતાં અમદાવાદ ની શાકમાર્કેટ માં ડુંગળીના ભાવ સ્થિર જ જોવા મળી રહ્યા છે.
બજારમાં ડુંગળીની આવકમાં કેટલાક દિવસોથી પુષ્કળ પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. મહુવા ની વાત કરીએ તો નવી ડુંગળી ની આવક વધવાને લીધે માર્કેટ યાર્ડ પણ એકાદ-બે દિવસ બંધ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદની માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક હોવા છતાં ભાવ હજુ યથાવત દેખાય રહ્યા છે.
ટ્રાન્સપોર્ટ ના ભાવ ને કારણે વેપારીઓ બહાના બનાવીને મનપસંદ પડે તેવા ભાવો લોકો પાસેથી ઉઘરાવી રહ્યા છે. બીજું કારણ જોઈએ તો નાસિક માં કમોસમી વરસાદ ના કારણે સફેદ ડુંગળી નો નિકાસ ત્યાં જોવા મળી રહ્યો નથી. તેના લીધે સૌરાષ્ટ્ર માંથી ડુંગળી શહેરો માં મંગાવવામાં આવી રહી છે. દર વર્ષે નાસિક ની સફેદ ડુંગળી ની આવક ત્યાંથી વધુ હોય છે પરંતુ ત્યાંથી આવક ઓછી થતાં સૌરાષ્ટ્ર ની ડુંગળી નો સારા એવા ભાવો વેપારી લઈ રહ્યા છે.
28/01/2021 નાં ડુંગળી નાં ચાલુ ભાવો :
લાલ ડુંગળી: આવક (ગુણી માં), ઊંચો અને નીચો ભાવ
રાજકોટ :- આવક ૧૩૦૦૦ નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૪૨૦
અમરેલી :- આવક ૧૬ નીચો ભાવ ૧૬૦ થી ઉંચો ભાવ ૩૮૦
અમદાવાદ :- આવક ૦ નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૦૦
દાહોદ :- આવક ૦ નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૬૦૦
મહુવા :- આવક ૦ નીચો ભાવ ૧૬૦ થી ઉંચો ભાવ ૫૪૦
ગોંડલ :- આવક ૨૦૦૪૦ નીચો ભાવ ૧૦૧ થી ઉંચો ભાવ ૫૧૧
વડોદરા :- આવક ૦ નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૫૬૦
સુરત :- આવક ૦ નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૬૫૦
પાલીતાણા :- આવક ૯૭ નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૫૨૦
મોરબી :- આવક ૩૮ નીચો ભાવ ૧૦૦ થી ઉંચો ભાવ ૪૦૦
વિસાવદર :- આવક ૮૪ ૧૨૧ થી ઉંચો ભાવ ૩૮૭
જેતપુર :- આવક ૩૮૨૨ નીચો ભાવ ૧૪૧ થી ઉંચો ભાવ ૪૧૧
ડુંગળી સફેદ:
મહુવા :- આવક ૪૩૫૮૮ નીચો ભાવ ૧૫૧ થી ઉંચો ભાવ ૪૦૬
ગોંડલ :- આવક ૫૨૨૪ નીચો ભાવ ૧૧૧ થી ઉંચો ભાવ ૧૯૧
27/01/2021 નાં ડુંગળી નાં ભાવો :
લાલ ડુંગળી ના ભાવ
રાજકોટ :- આવક ૧૪૦૦૦ નીચો ભાવ ૨૬૦ ઊંચો ભાવ ૪૦૦
મહુવા :- આવક ૧૮૪૮૦૦ નીચો ભાવ ૧૬૫ થી ઉંચો ભાવ ૫૦૧
ગોંડલ :- આવક ૨૨૧૨૮ નીચો ભાવ ૧૬૫ થી ઉંચો ભાવ ૫૦૧
અમરેલી :- આવક ૨૦ નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૩૫૦
જેતપુર :- આવક ૨૩૮૨ નીચો ભાવ ૧૪૬ થી ઉંચો ભાવ ૪૨૬
પાલીતાણા :- આવક ૩૭ નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૫૨૦
દાહોદ :- આવક ૦ નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૬૦
વિસાવદર :- આવક ૧૧૩ નીચો ભાવ ૧૪૧ થી ઉંચો ભાવ ૩૩૯
વડોદરા :- આવક ૦ નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૫૬૦
અમદાવાદ :- આવક ૦ નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૦૦
મોરબી :- આવક ૪૦ નીચો ભાવ ૧૦૦ થી ઉંચો ભાવ ૪૦૦
સુરત :- આવક ૦ નીચો ભાવ ૨૮૦ થી ઉંચો ભાવ ૬૫૦
હાલ મહુવા, અમરેલી, ગોંડલ, રાજકોટ વગેરે શહેરોમાં ડુંગળી ની આવક રેકોર્ડ-બ્રેક જોવા મળી રહી છે.