ચાલુ વર્ષે તાજેતરમાં પૂરી થયેલી ખરીફ સીઝનમાં ગુજરાતમાં ૨૫.૪૯ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જે ગત વર્ષ ૨૦૨૧માં ૨૨.૫૪ લાખ કરતા આશરે ૩ લાખ હેક્ટર વધુ વાવેતર હતું. નોર્મલ સરેરાશ ગુજરાતમાં ૨૪ લાખ હેક્ટર કરતા પણ આ વર્ષે ૬ ટકા વધુ વાવણી થઈ છે અને વધુ પાકનો અંદાજ છે. ગત બે વર્ષોમાં ઓછા ઉત્પાદનના પગલે કપાસના ભાવ ઐતહાસિક ઉંચાઈએ પહોંચ્યા હતા અને સૌરાષ્ટ્રમાં પ્રતિ મણ ૨૮૦૦થી ૩૦૦૦ સુધી પહોંચ્યા હતા.ખેડૂતો હજુ વધુ ભાવની રાહ જોઈ રહ્યા છે અને રૂ।.૨૦૦૦ની સપાટીએ ભાવ પહોંચે તો આ સફેદ સોનાના વધુ ઢગલા થવા સંભવ છે.
આ પણ વાંચો: શાખાની મુલાકાત લીધા વિના કરી શકશો SBI હોમ લોન માટે અરજી, જાણો અહીં તેની સરળ રીત
રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની સર્વાધિક ૭૦૦૦ ક્વિન્ટલ અર્થાત્ ૩૫ હજાર મણની આવક નોંધાઈ છે અને ખેડૂતોને રૂ।.૧૮૦૫થી ૧૮૯૨ના ભાવ રહ્યા છે. જ્યારે ગોંડલમાં ૬૬૭૫ ક્વિન્ટલ અર્થાત્ ૩૩૩૭૫ મણની આવક નોંધાઈ છે. અમરેલી યાર્ડમાં પણ ૧૩૦૧ ક્વિન્ટલની આવક નોંધાઈ છે. એકંદરે કપાસના ભાવ પ્રતિ મણ રૂ।.૨૦૦૦થી નીચા અને રૂ।.૧૮૦૦થી વધુ રહ્યા છે.
કપડાંથી માંડીને ખાદ્યતેલમાં વપરાતા કપાસનું દેશમાં સાડાત્રણ ટન ઉત્પાદન થાય છે, તેમાં ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૨ લાખ ટનમાં ૭૦થી ૭૨ ટકા કપાસ માત્ર સૌરાષ્ટ્ર પકવે છે.ગત ચોમાસુ સાનુકૂળ રહેતા અને ખેડૂતોએ કપાસનું વાવેતર ૩ લાખ હેક્ટરમાં વધારે કર્યું હોય આ તૈયાર થયેલો પાક હવે માર્કેટ યાર્ડમાં ઢગલામોઢે ઠલવાવા લાગ્યો છે.
આ પણ વાંચો: LICની આ 3 સ્કીમમાં મળશે બમ્પર ફાયદો, તમે આજીવન કમાણી કરશો, જાણો પ્લાનની વિગતો
કપાસના પાકમાં ગુલાબી ઈયળ જોવા મળે તો શું કરશો
ગુજરાતમાં કપાસની ખેતી મોટા પાયે કરવામાં આવે છે, તે માત્ર ખરીફ સીઝનનો મુખ્ય પાક નથી, પરંતુ ખેડૂતો માટે સારી આવકનો સ્ત્રોત પણ છે. તે લાંબા ગાળાનો રોકડિયો પાક છે, તેથી કપાસના પાકને વધુ કાળજીની જરૂર છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કપાસના પાકમાં જંતુઓ અને રોગો પ્રવેશ કરે છે અને તેની ઉપજને અસર કરે છે. કપાસના પાકને મોટી સંખ્યામાં પિંક બોલ વોર્મ્સથી અસર થઈ રહી છે.
કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):
તા. 19/11/2022 શનિવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1750 | 1845 |
અમરેલી | 875 | 1849 |
સાવરકુંડલા | 1750 | 1821 |
જસદણ | 1750 | 1830 |
બોટાદ | 1700 | 1940 |
મહુવા | 1650 | 1828 |
ગોંડલ | 1701 | 1821 |
કાલાવડ | 1700 | 1829 |
જામજોધપુર | 1650 | 1851 |
ભાવનગર | 1280 | 1800 |
જામનગર | 1500 | 1880 |
બાબરા | 1700 | 1860 |
જેતપુર | 1600 | 1831 |
વાંકાનેર | 1500 | 1839 |
મોરબી | 1700 | 1866 |
રાજુલા | 1650 | 1815 |
હળવદ | 1675 | 1819 |
વિસાવદર | 1700 | 1846 |
તળાજા | 1601 | 1803 |
બગસરા | 1790 | 1858 |
જુનાગઢ | 1600 | 1780 |
ઉપલેટા | 1650 | 1810 |
માણાવદર | 1760 | 1855 |
ધોરાજી | 1746 | 1836 |
વિછીયા | 1650 | 1880 |
ભેંસાણ | 1700 | 1832 |
ધારી | 1675 | 1830 |
લાલપુર | 1755 | 1828 |
ખંભાળિયા | 1750 | 1821 |
ધ્રોલ | 1211 | 1827 |
દશાડાપાટડી | 1800 | 1830 |
પાલીતાણા | 1600 | 1760 |
સાયલા | 1789 | 1845 |
હારીજ | 1750 | 1835 |
વિસનગર | 1600 | 1839 |
વિજાપુર | 1650 | 1847 |
કુકરવાડા | 1700 | 1828 |
ગોજારીયા | 1760 | 1827 |
હિંમતનગર | 1600 | 1861 |
માણસા | 1725 | 1822 |
કડી | 1685 | 1861 |
મોડાસા | 1700 | 1778 |
થરા | 1760 | 1795 |
તલોદ | 1651 | 1811 |
સિધ્ધપુર | 1725 | 1843 |
ડોળાસા | 1656 | 1808 |
ટિંટોઇ | 1580 | 1790 |
દીયોદર | 1750 | 1835 |
બેચરાજી | 1750 | 1824 |
ગઢડા | 1700 | 1832 |
ઢસા | 1721 | 1791 |
કપડવંજ | 1500 | 1600 |
ધંધુકા | 1757 | 1821 |
વીરમગામ | 1746 | 1834 |
જાદર | 1700 | 1815 |
જોટાણા | 1730 | 1790 |
ચાણસ્મા | 1736 | 1818 |
ભીલડી | 1701 | 1735 |
ખેડબ્રહ્મા | 1830 | 1861 |
ઉનાવા | 1600 | 1850 |