ફિલ્મ અને ફિલ્મ સ્ટાર પ્રત્યે ફેન્સનું ગાંડપણ હોય છે. તેમની નાની નાની વાત પણ ફેન્સને જાણવામાં રસ હોય છે. ત્યારે આજે એક એવી વાત કરવી છે કે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. બોલિવૂડના કેટલાક સ્ટાર્સ એવા છે કે જે કરોડોના માલિકો છે પરંતુ તેમની પાસે પોતાનું ઘર નથી. મિત્રો આ સાંભળીને તમને થોડું વિચિત્ર લાગશે પણ આ હકીકત સાચું છે. જેમાં કેટરિના કૈફ, ઋતિક રોશન, જેક્લીન ફર્નાન્ડીઝ જેવા નામો સામેલ છે. આ કલાકારો રીઅલ એસ્ટેટમાં રોકાણ કરવાને બદલે ભાડે રહેવાનું પસંદ કરે છે. આ અભિનેતાઓ એવું માને છે કે એપાર્ટમેન્ટમાં ભાડે રહેવાના ઘણા ફાયદા છે. દા.ત. સ્ટુડિયોની નજીક હોય, શૂટિંગના સેટ પર પહોંચવામાં સરળતા રહે, વગેરે વગેરે...
કેટરિના કૈફ ( એક મહિનાનું ભાડું 15 લાખ )
સૌથી પહેલાં વાત કરીએ બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની તો અભિનેત્રી જ્યારે શરૂઆતમાં મુંબઇ આવી ત્યારે તે ઘણી જગ્યાએ ભાડે એપાર્ટમેન્ટમાં રહેતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે કાર્ટર રોડ પર તેના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે સિલ્વર સેન્ડ્સ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. જો કે પછીથી બ્રેકઅપ થયું. બ્રેકઅપ બાદ પણ તે લાંબા સમય સુધી એ જ મકાનમાં રહેતી હતી. આ મકાનનું ભાડુ દર મહિને 15 લાખ રૂપિયા હતું. ત્યારબાદ બાંદ્રાના એક પેન્ટહાઉસમાં કેટરિના શિફ્ટ થઈ હતી.
ઋતિક રોશન ( એક મહિનાનું ભાડું 8.25 લાખ )
ઋતિક રોશન જૂન 2020થી જુહુમાં સી ફેસિંગ ( દરિયાનો નજારો જોવા મળે એવું સ્થાન ) એપાર્ટમેન્ટમાં રહેવા ગયો છે. તેનું ઘર અક્ષય કુમારના ઘરની બાજુમાં છે. એક મળતા સમાચાર અનુસાર આ એપાર્ટમેન્ટનું ભાડુ દર મહિને આશરે 8 લાખ 25 હજાર રૂપિયા છે.
જેક્લીન ફર્નાન્ડીઝ ( એક મહિનાનું ભાડું 6.78 લાખ )
એ જ રીતે વાત કરીએ રૂપ રૂપના અંબાર અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝની તો પ્રિયંકા ચોપરાના લક્ઝરી એપાર્ટમેન્ટને ભાડે લીધું છે. પાંચ બેડરૂમવાળા આ મકાન માટે જેક્લીન દર મહિને 6 લાખ 78 હજાર રૂપિયા ચૂકવે છે. સમાચારો અનુસાર તે તેના સીક્રેટ બોયફ્રેન્ડ સાથે રહેવા માટે બાંદ્રા અને જુહુમાં એક ઘર શોધી રહી છે.
સની લિયોની
આ સાથે જ પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બોલિવૂડનો હિસ્સો બની ચૂકેલી સની લિયોની પણ ભાડે રહે છે. પરંતુ તેને ભાડા પર મકાન મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. બોલિવૂડ એક્ટ્રેસ સેલિના જેટલીની મદદથી આખરે સનીને અંધેરી વિસ્તારમાં ત્રણ બેડરૂમનું મકાન મળી શક્યું છે. જો કે હવે સનીએ પોતાનું 4,365 ચોરસફૂટનું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. 16 કરોડનું આ એપાર્ટમેન્ટ ખરીદીને તે હવે અમિતાભ બચ્ચનની પાડોશી બની છે. તેમનું નવું સરનામું એટલાન્ટિસ એપાર્ટમેન્ટ્સનો 12મો માળ છે.
મિત્રો તમને જણાવી દઈએ કે, આ બોલિવૂડ સ્ટાર્સ તેમની ફિલ્મ્સથી કરોડોની કમાણી કરે છે. તેઓ ગમે ત્યારે તેમનું ઘર ખરીદી શકે છે, પરંતુ તેમના કન્ફર્ટને ધ્યાનમાં રાખીને તેઓ ભાડે રહેવાનું પસંદ કરે છે.