કામની વાત: બૅંકોમાં મીની વેકેશન, ફટાફટ પતાવી દો બેંકનાં દરેક કામો

કામની વાત: બૅંકોમાં મીની વેકેશન, ફટાફટ પતાવી દો બેંકનાં દરેક કામો

જો તમારે બેંક ( Bank ) સાથે સંકળાયેલ કોઈ પણ મહત્વનું કામ હોય તો તે બે દિવસની અંદર જ તેને પુર્ણ કરી લેજો કારણ કે ૨૭ માર્ચથી લઈને ૪ એપ્રિલની વચ્ચે બેંકો ફક્ત બે દિવસ માટે ખુલી રહેશે. આ સમયગાળા દરમિયાન જો તમે તમારા બેંક કાર્યને પુર્ણ નહીં કરશો તો તમારે ૩ એપ્રિલ સુધી રાહ જોવી પડશે.

૨૭ માર્ચ થી ૪ એપ્રિલ સુધી બેંકોમાં મિનિ વેકેશન: ૨૭ માર્ચે મહિનાના ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે, ત્યારબાદ રવિવારની રજાના કારણે બેંકો બંધ રહેશે, તેના બીજા દિવસે ૨૯ માર્ચે હોળી છે તેથી તે દિવસે પણ બેંકો બંધ રહેશે, એટલે કે ૨૭ માર્ચથી ૨૯ માર્ચ સુધી દેશભરની તમામ બેંકોમાં રજા રહેશે. આ રજાઓને ધ્યાનમાં રાખીને બેંકનું મહત્વપૂર્ણ કાર્ય આ અઠવાડિયામાં પુર્ણ કરી દેવું.

સાત દિવસમાં ફક્ત ત્રણ દિવસ જ કામ થશે? 

ચાલો તમને જણાવીએ કે ક્યારે અને ક્યાં બેંકો બંધ રહેશે. બેંક ફક્ત ૩૦ માર્ચ અને ૩ એપ્રિલના રોજ કાર્યરત છે. ૩૧ માર્ચ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હશે તેથી તે દિવસે બેંક તેના આંતરિક કામ કરશે પરંતુ ગ્રાહકોના નાના-નાના કામ જ થશે.

માર્ચના અંતમાં અને એપ્રીલની શરૂઆતમાં આવતી રજાઓની યાદી

૨૭ માર્ચ - છેલ્લો શનિવાર હોવાને કારણે બેંકો બંધ રહેશે.

૨૮ માર્ચ - રવિવાર, બેંકો બંધ રહેશે.

૨૯ માર્ચ - હોળીની રજા, બેંકો પણ બંધ રહેશે.

૩૦ માર્ચ - માત્ર પાટણમાં જ બેંકો બંધ રહેશે.

૩૧ માર્ચ - નાણાકીય વર્ષનો અંતિમ દિવસ, ગ્રાહકોના ફક્ત રોકડ લેવડ-દેવડનાં કાર્યો જ થશે.

૧ એપ્રિલ - બેંકના વાર્ષિક એકાઉન્ટ બંધ કરવાનો દિવસ, બેંકોમાં રજા રહેશે.

૨ એપ્રિલ - ગુડ ફ્રાઈડેની રજા, બેંકો બંધ રહેશે.

૩ એપ્રિલ - પ્રથમ શનિવાર છે, તેથી બેંકો ખુલ્લી રહેશે.

૪ એપ્રિલ - રવિવાર, બેંકો બંધ રહેશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક બેંક કેલેન્ડર બહાર પાડ્યું છે, જેમાં એવી તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે દિવસે બેંકો કામ કરશે નહીં.

આ માહિતી ગુજરાતનાં દરેક મિત્રો જાણી શકે તે માટે શેર કરો.