ગયા વર્ષે શેર બજારમાં લોકોને સારી એવી કમાણી થઈ હતી. ઘણા શેર એવા હતા જેમણે રોકાણકારો ને ઓછા સમયમાં સારૂ રિટર્ન આપ્યું. જે સ્ટોકે લોકોને સારુ રિટર્ન આપ્યું છે તેમાનો એક છે ટાટા ટેલિસર્વિસ મહારાષ્ટ્ર લિમિટેડ (Tata Teleservices Maharashtra Ltd). ટાટા ગ્રુપના આ ખાસ શેરે માત્ર એક મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે, આ શેરે છેલ્લા 6 મહિનામાં તેના રોકાણકારોને અપેક્ષા કરતાં વધુ વળતર આપ્યું છે.
તમને જણાવી દઈએ કે, હાલમાં, TTML નો શેર 206 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. એક મહિના પહેલા 2 ડિસેમ્બરે તે 124 રૂપિયા પર હતો. આ સ્ટોક 1 મહિનામાં લગભગ ડબલ થઈ ગયો છે. જેને રોકાણકારોની બલ્લે બલ્લે થઈ ગઈ છે.
નોંધનિય છે કે, TTML ટાટા ટેલિસર્વિસિસની સબસિડિયરી કંપની છે, જે હાલમાં તેના સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. એટલું જ નહીં, Tata Tele Business Services એ તાજેતરમાં જ બિઝનેસ માટે દેશની પ્રથમ સ્માર્ટ ઈન્ટરનેટ લીઝ લાઈન લોન્ચ કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ કંપની દ્વારા ખૂબ જ નજીવા પૈસે હાઈ સ્પીડ ઈન્ટરનેટ નેટવર્કની સુવિધા લોકોને પ્રદાન કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેની સૌથી મોટી ખાસિયત ક્લાઉડ આધારિત સુરક્ષા છે જેથી ડેટાને સુરક્ષિત રાખી શકાય. આ દૃષ્ટિએ આ કંપનીનું માર્કેટ પણ મજબૂત છે.
જો આપણે છેલ્લા એક વર્ષના આ સ્ટૉકના રેકોર્ડ પર નજર કરીએ તો આ સ્ટૉક 7.90 રૂપિયાથી વધીને 206.35 રૂપિયા થઈ ગયો છે. એટલે કે, જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા TTMLના સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તો હવે તેને 26 લાખ રૂપિયાથી વધુનો નફો થઈ ગયો હોત. નોંધનિય છે કે, ગયા વર્ષે જુલાઈમાં જ્યાં આ સ્ટોક 54 રૂપિયા પર હતો તે હવે 206 રૂપિયા પર પહોંચી ગયો છે. જો કોઈ વ્યક્તિએ છ મહિના પહેલા પણ આ સ્ટૉકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેને હવે 3.81 લાખ રૂપિયા એટલે કે છ મહિનામાં ત્રણ ગણો નફો મળ્યો હોત.