નમસ્કાર ખેડૂત મિત્રો,
જય જવાન જય કિસાન...
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં ખેડૂતને પોતાના પાકનાં સારા ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે પાકની ખરીદી કરતી હોય છે. તો આ વખતે પણ શિયાળુ પાકોના વાવેતર તુવેર, ચણા અને રાયડા માં ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે.
આ વખતે સરકારે તુવેર, ચણા અને રાયડા ના ટેકાનાં ભાવ નીચે મુજબ રાખ્યા છે.
(૧) તુવેર ના ભાવ
૬૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ.
૧ કવિન્ટલ = ૧૦૦ કિલોગ્રામ
૧૦૦ કિલોગ્રામ = ૫ મણ
૧ મણ = ૨૦ કિલોગ્રામ
એટલે કે તુવેરના ૧ મણનો ભાવ સરકારે ૧૨૦૦ ભાવ નક્કી કર્યો છે.
(૨) ચણાના ભાવ
૫૧૦૦/- પ્રતિ ક્વિન્ટલ
એટલે ૨૦ કેજી ચણાનો ટેકાના ભાવ ૧૦૨૦ નક્કી કર્યો છે.
(૩) રાયડા ના ભાવ
૪૬૫૦/- પ્રતિ ક્વિન્ટલ
એટલે ૧ મણ રાયડો ના ૯૩૦ ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે.
ચણા અને રાયડા ના ટેકાના ભાવ ના રજિસ્ટ્રેશન ની તારીખ ૦૧/૦૨/૨૦૨૧ થી ૧૫/૦૨/૨૦૨૧, આમ કુલ ૧૫ દિવસમાં ઇચ્છુક ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
તુવેર ના ટેકાના ભાવ માં રજિસ્ટ્રેશન ની તારીખ ૧૫/૦૧/૨૦૨૧ થી ૩૧/૦૧/૨૦૨૧, આમ કુલ ૧૫ દિવસમાં ઇચ્છુક ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
રજિસ્ટ્રેશન ક્યાં કરાવવાનું રહેશે? :-
૧) ઇચ્છુક ખેડૂત મિત્રોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
૨) તમારા ગામની પંચાયતમાં ઈ ગ્રામ ખાતેથી અરજી કરી શકશો.
૩) અથવા તો તમારા નજીકના APMC કેન્દ્ર પર જઈ અરજી કરી શકશો.
રજિસ્ટ્રેશન માટેના જરૂરી આધાર પુરાવા:-
૧) આધાર કાર્ડ ની નકલ.
૨) બેંક પાસબુક ની નકલ (કેન્સલ ચેક).
૩) ૭/૧૨ અને ૮- અ નો નમુનો.
૪) તલાટી નો વાવેતર નો દાખલો.
નોંધ :- તમામ આધાર પુરાવા ની નકલ વંચાય તેવી હોવી ખૂબ જ જરૂરી છે.
રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તેની સ્લીપ અચૂક લઈ લેવી.
ખરીદ પ્રક્રિયા ક્યારે?
આમ, રજિસ્ટ્રેશન ની કાર્યવાહી પૂરી થયા બાદ તુવેર ની ખરીદી પ્રક્રિયા ૦૧/૦૨/૨૦૨૧ થી ૦૧/૦૫/૨૦૨૧ ચાલુ રહેશે.
રાયડા અને ચણા ની ખરીદી પ્રક્રિયા ૧૬/૦૨/૨૦૨૧ થી ૧૬/૦૫/૨૦૨૧ સુધી ચાલુ રહેશે.
આ માહિતી જરૂરિયાતમંદ ખેડૂત મિત્રો સુધી શેર કરવા વિનંતી, અને આવી વધારે માહિતી માટે Khissu Application download કરો.