Top Stories
khissu

આ છે 5 વર્ષ માટે બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ, મળશે 10-12% સુધીનું રિટર્ન

શું તમે તમારી બચત પર સારું વળતર મેળવવા ઇચ્છો છો? તો થઇ જાઓ તૈયાર કેમ કે આ 5 વર્ષની રોકાણ યોજનાઓ તમને આપશે નાની બચત પર 10-12% સુધીનું વળતર. આ યોજનાઓ હેઠળ, તમારે વધારે પૈસા જમા કરાવવાની પણ જરૂર નથી, સામાન્ય રોકાણના બદલામાં તમે સારુ વળતર મેળવી શકો છો. તો ચાલો તમને આ યોજનાઓ વિશે જણાવીએ:

જાણો ક્યાં ક્યાં પ્લાન છે બેસ્ટ

ઈ યોજનાઓ છે? ELSS ફંડ્સ, લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ, આર્બિટ્રેજ ફંડ્સ, ડાયનેમિક બોન્ડ ફંડ્સ, ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ, ઈન્કમ ફંડ્સ, ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ, કોર્પોરેટ બોન્ડ ફંડ્સ, રિકરિંગ ડિપોઝિટ, પોસ્ટ ઑફિસ માસિક આવક યોજના, પોસ્ટ ઑફિસ સમય અને ડિપોઝિટ હેઠળ પાંચ વર્ષની રોકાણ યોજનાઓ. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC).

લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડથી થાય છે ઘણો ફાયદો
મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમમાં જોખમ તો હોઇ શકે છે પરંતુ જો વળતરની વાત કરીએ તો આ સ્કીમમાં પણ રોકાણકારને 10-12 ટકા જેટલું વળતર મળે છે.

ELSS મ્યુચ્યુઅલ ફંડ્સ 
અમારી આગામી સ્કીમ ELSS મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે જે માર્કેટ સાથે જોડાયેલ છે. આ સ્કીમમાં પણ રોકાણકારને 10-12 ટકા અથવા તો 15 ટકાથી વધુ વળતર મળી શકે છે. આર્બિટ્રેજ ફંડ આર્બિટ્રેજ ફંડ એક એવી સ્કીમ છે જેમાં જોખમની સાથે સાથે ઘણો નફો પણ છે. આ યોજનામાં રોકાણકારને 4-5 ટકા વળતર મળે છે.

ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન
જો ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાનમાં રોકાણ કરવામાં આવે તો રોકાણકારને રોકાણ પર 8-9 ટકા વળતર મળી શકે છે. તેનો સમયગાળો પાંચ વર્ષનો છે. અમે તમને જણાવી દઈએ કે આ તમામ યોજનાઓનો કાર્યકાળ 5 વર્ષનો છે અને તે તમારી બચત પર આટલું વળતર આપવાનો દાવો કરે છે. પોસ્ટ ઓફિસમાં આવી ઘણી બચત યોજનાઓ છે જે થાપણદારોને ન માત્ર સુરક્ષા આપે છે પણ સારું વ્યાજ પણ આપે છે. જેમ કે NSC ની યોજના જેમાં થાપણદારને 6.80% સુધી વ્યાજ મળે છે.