બે દિવસ પહેલા જણાવેલી આગાહી મુજબ ગઈકાલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે Thunderstorm નો વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથના જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો. સાથે ઉત્તર-પૂર્વ તથા મધ્યપૂર્વના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ કડાકા-ભડાકા સાથે ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.
આજે ક્યાં ભુક્કા કાઢશે વરસાદ?
ગુજરાતમાં આજે પણ છૂટા છવાયા વિસ્તારોમાં મધ્યમ ભારે અને હળવો વરસાદ પડી શકે છે. કાલે જણાવ્યા અનુસાર ગુજરાતમાં નાના વરસાદ નો રાઉન્ડ ચાલી રહ્યો છે જેમાં આ નાના રાઉન્ડનો આજે મહત્વનો દિવસ ગણી શકાય છે અને આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભુકા કાઢે એવો વરસાદ પણ પડી શકે છે.
આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના પણ કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે જોકે આ વરસાદ સાર્વત્રિક નહિ હોય, નસીબજોગે અને અનુકૂળ પરિબળ મુજબ વરસાદ વરસે એવી શક્યતાઓ રહેલી છે. આ વરસાદ Thunderstorm નો વરસાદ છે જેથી છૂટા છવાયા વિસ્તારમાં જોવા મળશે. અમુક વિસ્તારમાં વરસાદ હોય તો અમુક વિસ્તારમાં વરસાદ નથી હોતો, જ્યાં હોય ત્યાં ભારે પણ હોઈ શકે છે અને જ્યાં નથી હોતો ત્યાં બિલકુલ પણ જોવા નથી મળતો.
આજે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, રાજકોટ અને ભાવનગર જીલ્લાની અંદર થોડી શક્યતાઓ વધારે રહેલી છે. સામાન્ય પવનની ઝડપ સાથે ગાજવીજ નું પ્રમાણ થોડુંક વધારે જોવા મળી શકે છે. આ વરસાદ નો રાઉન્ડ હજી આવનાર બે દિવસ સુધી છૂટા છવાયા વિસ્તારમાં જોવા મળશે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા જો તમે આ માહિતી અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી દરેક ખેડૂતો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.