વિશ્વનું એકમાત્ર ચમત્કારિક મંદિર, જ્યાં સાત પરિક્રમા ફરવાથી લકવાની બીમારીનો દર્દી થઈ જાય ઘોડા જેવો નિરોગી

વિશ્વનું એકમાત્ર ચમત્કારિક મંદિર, જ્યાં સાત પરિક્રમા ફરવાથી લકવાની બીમારીનો દર્દી થઈ જાય ઘોડા જેવો નિરોગી

એવા અનેક મંદિરો વિશે આપણે જાણતા હોઈશું કે જ્યાં દર્શન કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ આજે એક એવા ચમત્કારી મંદિર વિશે વાત કરવી છે કે જ્યાં લકવાનો ઈલાજ થશે. આજના વૈજ્ઞાનિક યુગમાં જો કોઈ ચમત્કારી વાતો થાય તો જલ્દીથી લોકો વિશ્વાસ ન કરે એવું સહજ રીતે બનતું હોય છે પરંતુ રાજસ્થાનની ઘરતીના ઈતિહાસમાં અનેક ચમત્કારી ઉદાહરણો છે.  આ સ્થળ રાજસ્થાનમાં આવેલ છે. રાજસ્થાનના રાજા-મહારાજાનો ઈતિહાસ પણ જબરદસ્ત છે. જો કોઈ લોકોને પેરાલિસીસ એટલે કે લકવાની તકલીફ હોય તો રાજસ્થાનના આ મંદિરમાં એકવખત જરૂરથી જવું જોઈએ.

રાજસ્થાનના એવા ઘણા બધા મંદિરો છે જે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. જો કોઈ લોકો ને પેરાલાયસીસ એટલે કે લકવાની તકલીફ હોય તો અવશ્યપણે રાજસ્થાનના આ મંદિરમાં જવું જોઈએ. આ જગ્યાએ દર વર્ષે હજારો લોકો લકવાથી મુક્તિ મેળવવા આવે છે. આ સ્થળ નાગોર જીલ્લાના કુચેલા કસ્બાની પાસે ‘બુટાટી’ ગામમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગામ અજમેરના નાગોર રોડ પર આવેલ છે.

જો આ મંદિરના ઈતિહાસ તરફ ડોકિયું કરીએ તો આજથી લગભગ પાંચ સો વર્ષ પહેલા અહી એક ચતુરદાસ નામના સંત રહેતા હતા. આ સંત પોતાની તપસ્યાથી લાખો લોકોને આ રોગથી મુક્તિ અપાવતા હતા. આજે પણ આ સંતની સમાધિ પર સાત વાર પરિક્રમા કરવાથી લકવાના રોગમાંથી મુક્તિ મળતી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અહીં આખા દેશમાંથી લોકો આવે છે. વૈશાખ, ભાદરવો અને આસો મહિનામાં અહીં મેળો ભરાય છે.

જો વર્ષો પહેલાની વાત કરીએ તો અહીં લકવાનો ખુબ ત્રાસ હતો. પણ આ વિસ્તારમાં કોઈ ડોક્ટર ન હતા. તેથી ચતુરદાસ નામના મહાન સંતે લોકોને આ મુસીબતમાંથી ઉગારતા હતા. લોકો મંદિરના હવન કુંડની ભભૂતિ લગાવે છે, અને તેની અસર ધીરે ધીરે થવા લાગે છે. આ ભભૂતિ લગાવ્યા પછી શરીરના જે અંગો કામ કરતા ન હોય તો તે પણ કામ કરવા લાગે છે. અહી મંદિરના પરિસરમાં સેકડો લોકોને તમે જોઈ શકો છો.

અહીં સવારની આરતી પછી મંદિરની અંદર અને સાંજ પછી મંદિરની બહાર, એમ બે રીતે પરિક્રમા કરવામાં આવે છે. અહીં દેશના વિવિધ ભાગોમાંથી દર્દીઓ આવે છે, અને બુટાટી ધામમાં પરિક્રમા કર્યા બાદ લકવામાંથી રાહત મળે છે. જો આ મંદિરની બીજી વિશેષતા વિશે વાત કરીએ તો દર્દીઓ અને તેમના પરિવારો માટે મફત રહેવાની અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મંદીરમાં દાન કરેલી રકમ મંદિરના વિકાસ માટે વાપરવામાં આવે છે.