તહેવારોની સિઝનમાં સોનાના ભાવ વધી શકે છે. બજારના નિષ્ણાતોના મતે વર્ષના અંત સુધીમાં તેની કિંમત 84,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાની આશા છે.
25 સપ્ટેમ્બરે ભારતમાં સોનાનો ભાવ 76,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતો. સૌથી વધુ શુદ્ધતા માટે જાણીતા 24 કેરેટ સોનાની કિંમત 76,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
જ્વેલરી ખરીદનારાઓ માટે, 22-કેરેટ સોનું, જે તેની એલોય રચનાને કારણે વધુ ટકાઉ છે, તેની કિંમત 70,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
બીજી તરફ ચાંદી 92,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ૧૦૦ ગ્રામ સોનામાં ૬૦૦૦ નો ઉચાળો આવ્યો છે.
અમદાવાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે ₹7,065 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે ₹7,707 પ્રતિ ગ્રામ છે.
ગ્રામ | આજે | કાલે | ફેરફાર |
1 ગ્રામ સોનું | ₹ 7,065 | ₹ 7,005 | + ₹ 60 |
8 ગ્રામ સોનું | ₹ 56,520 | ₹ 56,040 | + ₹ 480 |
10 ગ્રામ સોનું | ₹ 70,650 | ₹ 70,050 | + ₹ 600 |
100 ગ્રામ સોનું | ₹ 7,06,500 | ₹ 7,00,500 | + ₹ 6,000 |
સોનાના ભાવ ક્યાં સુધી જઈ શકે?
US Fed એ વ્યાજ દરોમાં 50 bps નો ઘટાડો કર્યો છે. ત્યારથી સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ 1,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 1,700 રૂપિયાનો વધારો થયો છે. વિશ્વભરમાં વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવને કારણે હાલમાં સોનાના ભાવ વધી રહ્યા છે.
ગ્રામ | આજે | કાલે | ફેરફાર |
1 ગ્રામ સોનું | ₹ 7,707 | ₹ 7,641 | + ₹ 66 |
8 ગ્રામ સોનું | ₹ 61,656 | ₹ 61,128 | + ₹ 528 |
10 ગ્રામ સોનું | ₹ 77,070 | ₹ 76,410 | + ₹ 660 |
100 ગ્રામ સોનું | ₹ 7,70,700 | ₹ 7,64,100 | + ₹ 6,600 |
બજારના જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં સતત વધારો થઈ શકે છે. વર્ષના અંત સુધીમાં તેની કિંમત 84,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાની આશા છે.
આજે ચાંદીના ભાવ
ગ્રામ | આજે | કાલે | ફેરફાર |
1 ગ્રામ ચાંદી | ₹ 95 | ₹ 93 | + ₹ 2 |
8 ગ્રામ ચાંદી | ₹ 760 | ₹ 744 | + ₹ 16 |
10 ગ્રામ ચાંદી | ₹ 950 | ₹ 930 | + ₹ 20 |
100 ગ્રામ ચાંદી | ₹ 9,500 | ₹ 9,300 | + ₹ 200 |
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનામાં ડિલિવરી માટેના કોન્ટ્રાક્ટની કિંમત 149 રૂપિયા અથવા 0.2 ટકા વધીને 74,444 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આમાં 9,904 લોટનો વેપાર થયો હતો.