મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ :-
(૧) મહુવા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ તથા કમિશન એજન્ટ ભાઈઓને જાણ કરવામાં આવે છે કે સફેદ કાંદાની આવક ૧૧/૦૩/૨૦૨૧ ગુરુવાર સવારના ૯/૦૦ થી રાત્રીનાં ૯/૦૦ કલાક સુધી જ લેવામાં આવશે, ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કાંદાની આવકને પ્રવેશ મળશે નહિ. નક્કી કરેલ સમય દરમિયાન જ આવવા દેવામાં આવશે. સમય પહેલા આવનારની હરરાજી છેલ્લે કરવામાં આવશે. તેથી જણાવેલ સમય દરમિયાન જ આવવાનો આગ્રહ રાખવો.
ખાસ નોંધ :- રાત્રિના ૯/૦૦ કલાક પછી કોઇપણ ખેડૂત કે કમિશન એજન્ટના સફેદ ડુંગળીના વાહનો કોઈપણ સંજોગોમાં લેવામાં આવશે નહીં અને જો આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ખેડૂત/કમીશન એજન્ટ/વાહન માલિકની રહેશે. જેની ખેડૂતભાઈઓએ ત્થા કમિશન એજન્ટભાઈઓ એ ખાસ નોંધ લેવી. આવી નોટિસ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવાના સેક્રેટરી વી.પી. પાંચાણી એ જાહેર કરી છે.
(૨) રજા અંગે જાહેર જાણ :- આગામી તા.૧૧ /૦૩/ ૨૦૨૧ ને ગુરૂવારનાં રોજ મહા શીવરાત્રીનાં જાહેર તહેવાર નિમિતે માર્કેટ યાર્ડ મહુવામાં હરરાજીનું તમામ કામકાજ બંધ રહેશે. જેની ખેડૂતભાઈઓ ત્થા વેપારીભાઈઓ, મજુરભાઈઓએ ખાસ નોંધ લેવી.
મહુવાનાં તા. ૦૮/૦૩/૨૦૨૧ને સોમવારનાં રોજ લાલ ડુંગળીની આવક ૫૮ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૬૦ થી ૩૪૬ બોલાયો હતો. તેમજ સફેદ ડુંગળીની આવક ૯૫ હજાર ગુણી વેપાર સાથે ભાવ ૧૧૦ થી ૨૫૫ બોલાયો હતો. તા. ૦૮/૦૩/૨૦૨૧ ને સોમવારે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પાલીતાણામાં રૂ. ૫૨૦ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૨૫૫ બોલાયો હતો.
તા. ૦૮/૦૩/૨૦૨૧ને સોમવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
રાજકોટ :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 320
મહુવા :- નીચો ભાવ 60 ઉંચો ભાવ 346
ગોંડલ :- નીચો ભાવ 81 ઉંચો ભાવ 161
વિસાવદર :- નીચો ભાવ 103 ઉંચો ભાવ 281
જેતપુર :- નીચો ભાવ 151 ઉંચો ભાવ 306
અમરેલી :- નીચો ભાવ 180 ઉંચો ભાવ 240
પાલીતાણા :- નીચો ભાવ 280 ઉંચો ભાવ 520
અમદાવાદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 340
તા. ૦૮/૦૩/૨૦૨૧ને સોમવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 110 ઉંચો ભાવ 255
તા. ૦૯/૦૩/૨૦૨૧ને મંગળવારના મહુવા માર્કેટ યાર્ડના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
લાલ ડુંગળી :- નીચો ભાવ 85 ઉંચો ભાવ 324
સફેદ ડુંગળી :- નીચો ભાવ 121 ઉંચો ભાવ 250