khissu.com@gmail.com

khissu

આવતી કાલથી વરસાદનો નવા રાઉન્ડનો પ્રારંભ ! સાવધાન આ જિલ્લામાં એલર્ટ જાહેર

બંગાળની ખાડી તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 22 તારીખે નવસારી અને વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યનાં અન્ય કોઈ વિસ્તારોમાં આગાહી કરવામાં આવી નથી.

પરંતુ છૂટા છવાયા સ્થળોએ સામાન્ય વરસાદ ઝાપટાં વરસી શકે છે. 23 તારીખે કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, ભુજ, અરવલ્લી, મોરબી અને સુરેન્દ્રનગર આ જિલ્લાનાં વિસ્તારોમાં ભારે થી અતી ભારે વરસાદ ખાબકી શકે છે. તેને લઈને ઓરેંજ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, બોટાદ, ખેડા, જામનગર અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

24 તારીખે અત્યંત ભારે વરસાદની આગાહી કરતાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, મોરબી, પાટણ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.

સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, અમદાવાદ, ખેડા, રાજકોટ અને પોરબંદર આ જીલ્લાનાં વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે 25 તારીખે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આ જીલ્લાનાં કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હાલ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર 27 તારીખ સુધી જોવા મળશે. ત્યારબાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વાર વરાપ નીકળી શકે છે.