khissu

દુનિયાનું સૌથી મોટું ડ્રોન તૈયાર, ઉપગ્રહ પણ લોન્ચ થઈ શકશે

હમણાં થી ડ્રોન નો વિકાસ અલગ અલગ ક્ષેત્ર માટે ખૂબ થઈ રહ્યો છે. જેનાથી ઘણા બધા અશક્ય કામોને શક્ય બનાવી દે છે. એજ ડ્રોન કે જેના દ્વારા મનુષ્ય નું હૃદય એક હોસ્પિટલે થી બીજી હોસ્પિટલે ખૂબ જ ઝડપથી પહોંચાડી વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. આવી જ ઘણાં બધાં મુશ્કેલ કાર્યો ડ્રોન મારફતે થઈ જાય છે. એવામાં હવે દુનિયાનું સૌથી મોટું ડ્રોન અમેરિકાએ બનાવી લીધું છે.


અમેરિકી કંપની એવમે દુનિયાનું સૌથી મોટું ડ્રોન તૈયાર કર્યું છે. આ દ્રોણને રેવન-એક્સ નામ અપાયું છે અને તેનો ઉપયોગ સેટેલાઇટ લોન્ચ કરવા માટે પણ થશે. સેટેલાઇટ લોન્ચિંગનું માર્કેટ સતત વધી રહ્યું છે. તેવામાં એક સેટેલાઇટ લોન્ચ કરવા વપરાતા લોન્ચિંગ યાન નો ખર્ચ ખૂબ જ વધારે હોય છે અને એકવાર લોન્ચિંગ યાન છોડ્યા પછી તે પાછું આવતું નથી અને બીજા સેટેલાઇટ લોન્ચ કરવા ફરીથી નવા લોન્ચિંગ યાન ની જરૂર પડે છે. 


ત્યારે આ ડ્રોનની મદદથી કરોડો રૂપિયાનો થતો ખર્ચ ઘટાડી શકાય છે. આ ડ્રોન અંતરિક્ષમાં સેટેલાઇટ (ઉપગ્રહ) લઈ જશે અને અવકાશમાં રોકેટ દ્વારા સેટેલાઇટ ને જે તે જગ્યાએ પ્રસ્થાપિત કરી ફરી પાછું પૃથ્વી પર આવી જશે અને તેનો ફરીથી ઉપયોગ કરી શકાશે.


આ ડ્રોનની નીચે રોકેટ ફિટ થશે અને રોકેટમાં ઉપગ્રહ ફિટ થશે. આ ડ્રોનની લંબાઈ ૮૦ ફૂટ અને ઊંચાઈ ૧૮ ફૂટ છે. એવમે તેના સંચાલન માટે ખાસ સોફ્ટવેર તૈયાર કર્યા છે. એવમ બધી સ્પેસ એજન્સીઓ કરતા સસ્તા ભાડે સેટેલાઇટ લોન્ચ કરી આપશે આ માટે અત્યારથી જ તેને ૧ અબજ સુધીના લોન્ચિંગ કોન્ટ્રાક્ટ મળી ચૂક્યાં છે.