Top Stories
સપ્ટેમ્બરમાં રજાઓની છે ભરમાર, પૂરા 15 દિવસ બેંકો બંધ રહેશે

સપ્ટેમ્બરમાં રજાઓની છે ભરમાર, પૂરા 15 દિવસ બેંકો બંધ રહેશે

સપ્ટેમ્બર 2025 નો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આ મહિને બેંકના કામકાજ માટે તમારે સાવધાન રહેવું પડશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી મુજબ, સપ્ટેમ્બરમાં વિવિધ રાજ્યોમાં કુલ 15 દિવસ માટે બેંકો બંધ રહેશે. આ રજાઓમાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત ઓણમ, દુર્ગા પૂજા, ઈદ-એ-મિલાદ, અને નવરાત્રી જેવા મહત્વપૂર્ણ તહેવારોનો સમાવેશ થાય છે. તેથી, બેંક સંબંધિત કોઈ પણ જરૂરી કામ હોય તો તે આ રજાઓ પહેલા જ પતાવી દેવું હિતાવહ રહેશે

સપ્ટેમ્બર 2025 માં દેશભરમાં બેંકો કુલ 15 દિવસ માટે બંધ રહેશે. જોકે, આ રજાઓ દરેક રાજ્યમાં અલગ-અલગ તારીખે અને અલગ-અલગ તહેવારોને કારણે હોય છે. આ મહિને ઓણમ, ઈદ-એ-મિલાદ, નવરાત્રી સ્થાપના, અને દુર્ગા પૂજા જેવી સ્થાનિક અને પ્રાદેશિક રજાઓ આવશે. ભલે બેંકની શાખાઓ બંધ રહે, તેમ છતાં ઓનલાઈન બેન્કિંગ સેવાઓ, UPI ટ્રાન્ઝેક્શન્સ, અને મોબાઈલ બેન્કિંગ જેવી ડિજિટલ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી ગ્રાહકોને કોઈ મોટી અગવડતા નહીં પડે.

3 સપ્ટેમ્બર: રાંચીમાં કર્મ પૂજાને કારણે બેંકો બંધ રહેશે.

4 સપ્ટેમ્બર: કોચી અને તિરુવનંતપુરમમાં પ્રથમ ઓણમ નિમિત્તે બેંકોનું કામકાજ બંધ રહેશે.

5 સપ્ટેમ્બર: અમદાવાદ, મુંબઈ સહિત ઘણા શહેરોમાં ઈદ-એ-મિલાદ/મિલાદ-ઉન-નબી અથવા તિરુવોનમ માટે બેંકો બંધ રહેશે.

6 સપ્ટેમ્બર: ઈદ-એ-મિલાદ/ઈન્દ્રજાત્રાને કારણે ગંગટોક, જમ્મુ, રાયપુર અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.

12 સપ્ટેમ્બર: જમ્મુ અને શ્રીનગરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબી નિમિત્તે બેંકો બંધ રહેશે.

22 સપ્ટેમ્બર: નવરાત્રી સ્થાપનાને કારણે જયપુરમાં બેંકો બંધ રહેશે.

23 સપ્ટેમ્બર: જમ્મુ અને શ્રીનગરમાં મહારાજા હરિ સિંહજીની જન્મજયંતિની ઉજવણી થશે, તેથી બેંકો બંધ રહેશે.

29 સપ્ટેમ્બર: મહાસપ્તમીના કારણે અગરતલા, ગંગટોક અને કોલકાતામાં બેંકો બંધ રહેશે.

30 સપ્ટેમ્બર: મહાઅષ્ટમીના કારણે અગરતલા, ભુવનેશ્વર, ઇમ્ફાલ, જયપુર, ગુવાહાટી, કોલકાતા, પટના અને રાંચીમાં બેંકો બંધ રહેશે.

ઉપરોક્ત તહેવારોની રજાઓ ઉપરાંત, મહિનાના દરેક રવિવાર (એટલે કે 7, 14, 21, 28 સપ્ટેમ્બર) અને બીજા-ચોથા શનિવારે (13 અને 27 સપ્ટેમ્બર) પણ બેંકો બંધ રહેશે.

ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે:

જોકે બેંકની શાખાઓ બંધ રહેશે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. આધુનિક ડિજિટલ યુગમાં, મોટાભાગની બેન્કિંગ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. ગ્રાહકો UPI ટ્રાન્સફર, ઓનલાઈન ફંડ ટ્રાન્સફર, મોબાઈલ બેન્કિંગ અને બિલ પેમેન્ટ જેવી સેવાઓનો ઉપયોગ રજાના દિવસોમાં પણ કરી શકશે. તેથી, આ રજાઓનો તમારા કામ પર વધુ પ્રભાવ નહીં પડે.