હાલ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતી જ જાય છે. સામાન્ય નાગરિક પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને ઘણી મુશ્કેલીઓ ભોગવે છે જોકે આજના સમયમાં ઘરની બહાર કોઈ પણ કામ અર્થે જાવા માટે વ્હિકલની જરૂરિયાત પડે જ છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ મોંઘા થતાં લોકોના ખિસ્સા પર ભારે અસર જોવા મળે છે.
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૩૯ પૈસાનો વધારો :
દિવસે ને દિવસે વધતા જતા ભાવમાં આજે સતત નવમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૩૯ પૈસાનો વધારો થયો છે જ્યારે ડિઝલમાં ૩૭ પૈસાનો વધારો થયો. જોકે કાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૦.૧૯ રૂપિયા જ્યારે આજે ૩૯ પૈસા વધીને ૯૦.૫૮ રૂપિયા થઈ તેવી જ રીતે ડીઝલની કિંમત ૮૦.૬૦ રૂપિયા હતી જે વધીને ૮૦.૯૭ રૂપિયા થઈ ગઈ.
તો બીજી બાજુ મુંબઈમાં તો દિલ્હી કરતા પણ પેટ્રોલનો ભાવ વધુ જોવા મળ્યો હતો. મુંબઇ માં પેટ્રોલની કિંમત ૯૭.૦૦ રુપિયા પ્રતિ લિટર રહ્યું જ્યારે ડિઝલ ૮૮.૦૬ રૂપિયા પ્રતિ લિટર થયું. જ્યારે ભોપાલમાં એક્સપી પેટ્રોલનો ભાવ ૧૦૧.૫૧ રૂપિયાએ પહોંચ્યો અને ડિઝલનો ભાવ ૮૯.૨૩ રૂપિયાએ પહોંચ્યો છે.
દેશમાં છેલ્લા નવ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૨.૩૬ રૂપિયાનો વધારો થયો જ્યારે ડીઝલના ભાવમાં ૨.૯૧ રૂપિયાનો વધારો જોવા મળ્યો. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.
ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા થશે તો પેટ્રોલ ના મશીનો કામ જ નહીં કરી શકે :
ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિના માં પેટ્રોલનો ભાવ ૭૦.૪૦ ₹ / લીટર હતો જ્યારે હાલ વધીને ૮૭.૮૯ રૂપિયા થયા છે તો ડિઝલનો ભાવ જુલાઈમાં ૬૯.૮૩ ₹/ લિટર હતો જ્યારે હાલ વધીને ૮૭.૩૫ ₹/ લિટર થયો છે.
હાલ ગુજરાતમાં ભાવનગરમાં પેટ્રોલ સૌથી મોંઘુ છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ ૮૮.૯૬ રૂપિયા પ્રતિ લિટર છે. ત્યારે જો ગુજરાતમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા થશે તો પેટ્રોલના મશીનો કામ જ નહીં કરે કારણકે ગુજરાતના પેટ્રોલ પમ્પ ના મશીનોના ડિસ્પ્લે માં ટોટલ ચાર આંકડા (૯૯.૦૦) જ દેખાય છે જેમાં બે આંકડા(.૦૦) તો પૈસા માટે દેખાડે છે એટલે માત્ર બે આંકડા(૯૯.) જ રૂપિયા માટે દેખાય છે એટલે જો પેટ્રોલની વધુમાં વધુ કિંમત કરવી હોય તો ૯૯.૦૦ રૂપિયા પ્રતિ લિટર સુધી થઈ શકે તેનાથી વધુ થઈ જ ના શકે નહીતો બીજા મશીનો લાવવા પડે.
જોકે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં લગભગ ૫૦૦૦ જેટલા પેટ્રોલ પંપ છે જેમાંથી ૧૦૦૦ પેટ્રોલ પંપ પર રૂ.૧૦૦ નો ભાવ ડિસ્પ્લે થાય તેવી સિસ્ટમ નથી. તેથી હવે પેટ્રોલ પમ્પ એસોસિએશને ઓઇલ માર્કેટિંગ કંપનીઓની મદદ માંગી. વર્તમાન ૪ યુનિટ સિસ્ટમ (૯૯.૦૦) બદલીને પાંચ યુનિટ (૧૦૦.૦૦) કરવાની માંગ કરવામાં આવી.
પેટ્રોલ-ડીઝલના ભાવ વિશે PM નરેન્દ્રભાઈ મોદીએ શું કહ્યું ?
જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને અનેક સવાલોથી ઘેરાયા ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું કે, અગાઉની સરકારોના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. મધ્યમ વર્ગને આવી મુશ્કેલીઓ ન પડી હોત. અગાઉની સરકારે ઉર્જા અયાતની નિર્ભરતા પર ધ્યાન આપ્યું હોત તો આવી સ્થિતિ સર્જાત જ નહીં.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કહ્યું કે, ૨૦૧૯-૨૦માં ભારતે ૮૫% ઈંધણ અને ૫૩% ગેસની આયાત કરી. ભારતમાં ઉર્જાની વધતી માંગને પુરી કરવા માટે સરકાર કામ કરી રહી છે. સરકાર ઉર્જાની આયાત પર નિર્ભરતા ઘટાડવાનું કામ કરી રહી છે. અમે આયાત સ્ત્રોતોમાં વિવિધતા લાવી રહ્યાં છીએ. હું કોઈને દોષી જાહેર કરવા નથી માંગતો પણ આ કામ અગાઉ થયું હોત તો દેશના મધ્યમ વર્ગના લોકો પર બોજ ન પડ્યો હોત.