Top Stories
બેંક શાખાઓ આ અઠવાડિયે 4 દિવસ રહેશે બંધ, જોઇ લો આ યાદી

બેંક શાખાઓ આ અઠવાડિયે 4 દિવસ રહેશે બંધ, જોઇ લો આ યાદી

Bank Holidays: બેંક શાખા આ અઠવાડિયે ચાર દિવસ માટે બંધ રહેવાની છે. આ અઠવાડિયે આંબેડકર જયંતિ, બિહુ અને બૈસાખી જેવા તહેવારો છે જેના કારણે મોટાભાગના રાજ્યોમાં ગુરુવાર 14 એપ્રિલથી રવિવાર 17 એપ્રિલ સુધી બેંકો બંધ રહેશે. 14 થી 17 એપ્રિલ આ મહિનાની બીજી લાંબી સપ્તાહની રજા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એપ્રિલ 2022 માટે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. આરબીઆઈની યાદી અનુસાર એપ્રિલમાં આ અઠવાડિયા દરમિયાન ચાર દિવસ બેંકો બંધ રહેવાની છે.

ઓનલાઈન બેંકિંગ દ્વારા કામ પાર પાડી શકાય છે
ચાર દિવસની રજા દરમિયાન ગ્રાહકો ઓનલાઈન બેંકિંગ, ફોન બેંકિંગ, UPI દ્વારા તેમના કામ પતાવી શકે છે. જો તમારે બેંકની શાખામાં જઈને કામ કરાવવાનું હોય તો બેંકની રજાઓનું લિસ્ટ ચોક્કસ તપાસો

એપ્રિલમાં બેંકો ક્યારે બંધ રહેશે (એપ્રિલ 2022)
14 એપ્રિલ, ગુરુવાર – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ/ મહાવીર જયંતિ/ બૈસાખી/ તમિલ નવું વર્ષ/ ચૈરોબા, બીજુ ઉત્સવ/ બોહર બિહુ - શિલોંગ અને શિમલા સિવાયના સ્થળોએ બેંકો બંધ રહેશે.
15 એપ્રિલ, શુક્રવાર - ગુડ ફ્રાઈડે / બંગાળી નવું વર્ષ / હિમાચલ દિવસ / વિશુ / બોહાગ બિહુ - જયપુર, જમ્મુ અને શ્રીનગર સિવાય બેંકો બંધ રહેશે.
16 એપ્રિલ, શનિવાર - બોહાગ બિહુ - ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
17 એપ્રિલ - રવિવાર (સાપ્તાહિક રજા) 
21 એપ્રિલ - ગડિયા પૂજા - અગરતલામાં બેંકો બંધ રહેશે.

RBIએ રજાઓની યાદી જાહેર કરી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, રાજ્યોની રજાઓની યાદી અલગ છે. આ તહેવારો કે રજાઓ ખાસ પ્રસંગો પર આધાર રાખે છે. આ રજાઓ તમામ રાજ્યોમાં લાગુ પડતી નથી.