ફેબ્રુઆરીની શરૂઆતમાં પડશે કમોસમી વરસાદ, જાણો કંઈ જગ્યાએ માવઠુ અને કરા પડશે?

ફેબ્રુઆરીની શરૂઆતમાં પડશે કમોસમી વરસાદ, જાણો કંઈ જગ્યાએ માવઠુ અને કરા પડશે?

ગુજરાતમાં હાલ ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હવે ઠંડીનો ચમકારો ઓછો થતો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી છે. જ્યારે ઠંડી અંગેની હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે, આ કાતિલ ઠંડીનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો હોય તેમ જણાવાયું છે.

આગામી મહિનાની 2 અને 3 ફેબ્રુઆરીના રોજ માવઠાની આગાહી આપવામાં આવી છે. જેમાં 2 ફેબ્રુઆરીના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં માવઠાની આગાહી આપવામાં આવી છે. જ્યારે 3 ફેબ્રુઆરીના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે.

હવામાન વિભાગે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં બે અને ત્રણ ફેબ્રુઆરીના રોજ કમોસમી વરસાદની આગાહી આપી છે. બીજી તારીખે અને રવિવારે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, સોમવારે ત્રીજી તારીખે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.