આજકાલ લોકોને રોકાણ માટે બજારમાં ઘણા ઓપ્શન્શ મળી રહ્યાં છે, તેમાં જો ફાર્મા સેક્ટરની વાત કરીએ તો તેને હંમેશા રોકાણ માટે રક્ષણાત્મક ક્ષેત્ર માનવામાં આવે છે. આજે આપણે વાત કરીશું ફાર્મા સેક્ટરના એવા બે શેર વિશે કે જેણે તેના રોકાણકારોને આજે કરોડપતિ બનાવ્યાં છે. આ ફાર્મા સેક્ટરના 2 શેર એવા છે, જે થોડા વર્ષો પહેલા 10 રૂપિયાથી ઓછા ભાવમાં મળતા હતા તે આજે કરોડોનું વળતર આપી રહ્યાં છે. ચાલો જાણીએ કે આ 2 ફાર્મા સેક્ટરના સ્ટોક્સ કયા છે અને આ શેરોએ રોકાણકારોને કેટલો ફાયદો કર્યો છે.
આ 2 ફાર્મા સેક્ટરની કંપનીઓના નામ છે અજંતા ફાર્મા અને નેટકો ફાર્મા. એક સમયે આ બંને કંપનીઓના શેર રૂ.10થી ઓછા ભાવે ટ્રેડ થતા હતા. તે જ સમયે, આજે આ શેરોએ હજારો ટકાનું વળતર આપ્યું છે. ચાલો જાણીએ કે જો કોઈએ આ શેર્સમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેની કિંમત શું હોત.
અજંતા ફાર્મા વિશે વાત કરીએ તો આ સ્ટોક 6 માર્ચ 2009ના રોજ NSE પર રૂ. 6.71 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, આ શેર આજે 2000 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આમ, આ શેરે 13 વર્ષમાં લગભગ 30,000 ટકાનું વળતર આપ્યું છે. જો કોઈએ 6 માર્ચ, 2009ના રોજ આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે, તો આ સમયે તેની કિંમત લગભગ રૂ. 3 કરોડ થઈ ગઈ છે. જો જોવામાં આવે તો, આ શેરે એક વર્ષમાં જ રૂ. 1,660ની નીચી સપાટી અને રૂ. 2,435ની સર્વોચ્ચ સપાટી બનાવી છે.
હવે, Natco Pharma વિશે જાણો, નેટકો ફાર્માના શેરે પણ ખૂબ સારું વળતર આપ્યું છે. નેટકો ફાર્માનો શેર 6 માર્ચ 2009ના રોજ NSE પર રૂ. 8.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, આ શેર હવે 832 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આ રીતે, કંપનીએ છેલ્લા 13 વર્ષથી લગભગ 10,000 ટકાનું વળતર આપ્યું છે. જો કોઈએ 6 માર્ચ, 2009ના રોજ આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે, તો આ સમયે તેની કિંમત લગભગ રૂ. 1 કરોડ થઈ ગઈ છે. બીજી તરફ, નેટકો ફાર્માના શેરે તેનું નીચલું સ્તર રૂ. 771.50 અને એક વર્ષમાં રૂ. 1,189નું સર્વોચ્ચ સ્તર બનાવ્યું છે.