Top Stories
આ 5 બેંકો FD પર ઓફર કરે છે 8.5% સુધીનું વ્યાજ, રોકાણ કરતાં પહેલાં જાણી લો તમારા ફાયદાની વાત

આ 5 બેંકો FD પર ઓફર કરે છે 8.5% સુધીનું વ્યાજ, રોકાણ કરતાં પહેલાં જાણી લો તમારા ફાયદાની વાત

RBIએ છેલ્લા એક વર્ષમાં રેપો રેટમાં ઝડપથી વધારો કર્યો છે. આની અસર એ થઈ છે કે બેંકોએ પણ એફડીના દરમાં વધારો કર્યો છે. બેંકો નિયમિત ગ્રાહકોની સાથે વરિષ્ઠ નાગરિકોને પણ સારું વ્યાજ આપી રહી છે. કેટલીક બેંકો FD પર 8.50 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ આપી રહી છે. ચાલો જાણીએ પાંચ બેંકોના વ્યાજ દર વિશે-

એક્સિસ બેંક એક વર્ષ માટે 6.75%, બે વર્ષ માટે 7.26% અને 3 વર્ષ માટે 7.00% ઓફર કરી રહી છે. વરિષ્ઠ નાગરિકોને ત્રણેય કાર્યકાળ માટે 0.75% વધારાનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

દેશની સૌથી સુરક્ષિત બેંકોનાં લિસ્ટમાં છે આ 3 બેંકોના નામ, ખુદ RBI દ્વારા કરવામાં આવ્યું જાહેર

બંધન બેંકે એક વર્ષ માટે 7.25%, 600 દિવસ માટે 8.00%, 2 વર્ષ અને 3 વર્ષ માટે 7.25% વ્યાજ દર ઓફર કર્યા છે. વરિષ્ઠ નાગરિકો માટે, દરેક કાર્યકાળમાં 0.50% વધારાનું વ્યાજ આપવામાં આવે છે.

RBL બેંક એક વર્ષ માટે 7.00%, 725 દિવસ માટે 7.80%, 2 વર્ષ અને 3 વર્ષ માટે 7.00% ઓફર કરી રહી છે. બેંક દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે 0.50% વધારાનું વ્યાજ આપવામાં આવે છે.

IDFC ફર્સ્ટ બેંક એક વર્ષ માટે 6.75%, 2 વર્ષ માટે 7.25% અને 3 વર્ષ માટે 7.75% વ્યાજ ઓફર કરી રહી છે. ત્રણેય કાર્યકાળ પર બેંક દ્વારા 0.50% વધારાનું વ્યાજ ઓફર કરવામાં આવે છે.

DCB બેંક એક વર્ષની FD માટે 7.25%, 2 વર્ષ માટે 8.00% અને 3 વર્ષ માટે 7.60% વ્યાજ ઓફર કરી રહી છે. DCB ત્રણેય કાર્યકાળ પર 0.50% વધારાનું વ્યાજ પણ ઓફર કરે છે.