દરેક લોકો પોતાનું ભવિષ્ય સિક્યોર કરવા માટે કોઈને કોઈ સ્કીમમાં રોકાણ કરતા હોય છે. તે બહાને પૈસાની બચત થાય છે અને સારૂ વળતર પણ મળે છે. જો કે આજ કાલ જે પરંપરાગત રોકાણના શોર્સ છે તેમા વ્યાજ ખુબ ઓછુ થઈ ગયું છે. જેમ કે બેંક FDના ઘટતા વ્યાજ દરને કારણે લોકો રોકાણના અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. જો કે, બજારની આર્થિક અસ્થિરતાના વચ્ચે લોકો સુરક્ષિત રોકાણ પણ શોધી રહ્યા છે. હવે આવી સ્થિતિમાં પોસ્ટ ઓફિસની સ્કીમ તમારા માટે કામમાં આવી શકે છે. તેમા રોકાણ પણ સલામત છે અને વળતર પણ સારુ મળે છે. અમે અહીં એવી કેટલીક પોસ્ટ ઓફિસ સ્કીમ્સની વિશે જણાવી રહ્યા છીએ જ્યાં બેંક FD કરતા સારુ રિટર્ન આપવામાં આવે છે.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર(National Saving Certificate)
1. તમને NSCમાં રોકાણ પર 8% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.
2. વ્યાજની ગણતરી ફક્ત વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. પરંતુ તમને આ રકમ સમયગાળો પૂર્ણ થયા બાદ મળે છે.
3. તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી શકો છો. કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી.
4. NSC ખાતું સગીરના નામે ખોલી શકાય છે અને સંયુક્ત ખાતું 3 પુખ્ત વયના લોકોના નામે ખોલી શકાય છે.
5. તેની સૌથી ખાસ વાત એ છે કે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો પણ માતા-પિતાની દેખરેખમાં આ ખાતું ખોલાવી શકે છે.
6. આ યોજના હેઠળ, તમે આવકવેરાની કલમ 80C હેઠળ 5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સ બચાવી શકો છો.
માસિક આવક યોજના(Monthly Income Scheme)
1. આ યોજના હેઠળ, રોકાણકારોને માસિક એક નિશ્ચિત રકમ કમાવવાની તક મળે છે.
2. આ યોજનામાં, તમારે એક અથવા સંયુક્ત ખાતામાં એકસાથે રકમ જમા કરવાની રહેશે. આ પછી, આ રકમ અનુસાર, દર મહિને તમારા ખાતામાં પૈસા આવતા રહે છે.
3. અહીં તમે એક ખાતામાં વધુમાં વધુ 5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો, જ્યારે સંયુક્ત ખાતું હોય તો વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
4. આ પ્લાનમાં પાકતી મુદત 5 વર્ષ છે.
5. આ યોજના હેઠળ 6.6 ટકા વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે.
કિસાન વિકાસ પત્ર
1.આ યોજનામાં લઘુત્તમ રોકાણની રકમ રૂ. 1000 છે.
2. રોકાણ કરવા માટે ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. સગીરો રોકાણ કરી શકે છે પરંતુ માતાપિતાની દેખરેખ હેઠળ.
3. હાલમાં આ સ્કીમમાં 9 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
4. સિંગલ એકાઉન્ટ અને જોઇન્ટ એકાઉન્ટની પણ સુવિધા છે.
5. અઢી વર્ષનો લોક-ઇન સમયગાળો છે. રોકાણની રકમ ઉપાડવા માટે તમારે 5 વર્ષ સુધી રાહ જોવી પડશે.