માર્ચ એન્ડીગ એટલે કે નાણાકીય વર્ષ નો છેલ્લો મહિનો હોવાથી 1 એપ્રિલ થી નાણા અને ટેક્સ સાથે સંકળાયેલા અનેક પ્રકારના ફેરફાર થવા જઈ રહ્યા છે. તો આજે જ જાણી લો.
આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવુ. :- આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 સુધી છે. જો તમે આ કામ નહિ કરો તો મોટું નુકસાન થઈ શકે છે. જો પાનકાર્ડ સાથે આધાર લિંક નહિ હોય તો તમારું પાનકાર્ડ એક્ટિવ નહિ રહે અને તમારે 10,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના :- પીએમ કિસાન સન્માન નિધિ યોજના માં રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. જો તમારે આ યોજનાનો લાભ લેવો છે તો તમારે 31 માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. જે સમાન 3 હપ્તામાં આપવામાં આવે છે.
જીએસટી રિટર્ન ફાઈલ :- નાણાકીય વર્ષ 2019-20 માટે વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 કરી નાખવામાં આવી છે. જો તમે અંતિમ તારીખ સુધીમાં રિટર્ન ફાઈલ નહિ કરો તો 200 રૂપિયાનો દંડ ભરવો પડશે.
હોમ લોન પર વ્યાજ છૂટ નો ફાયદો :- સસ્તી હોમ લોન આપતી બેંકો એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઇ અને એચડીફસી બેંકો સસ્તી લોન આપી રહી છે. એસબીઆઈ અને આઇસીઆઇસીઆઇ બેંકો હોમ લોનના દર 31 માર્ચ 2021 સુધી 6.70 ટકા છે, કોટક મહિન્દ્રા બેંકમાં 6.65 ટકા છે અને એચડએફસી બેંકે તેના ગ્રાહકોને લોનના વ્યાજદરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે.
7 બેંકોની ચેકબુક 1 એપ્રિલ થી નહિ ચાલે :- કેનારા બેંક, વિજયા બેંક, દેના બેંક, આંધ્ર બેંક, કોર્પોરેશન બેંક, ઓરીઓન્ટલ બેંક ઓફ કોમર્સ,અલ્હાબાદ બેંક, રિલેટેડ બેંક આ બધી બેંકોનું બીજી બેંકોમાં મર્જ થવાથી બેંકમાં તમારું ખાતું છે 1 એપ્રિલ 2021 થી આ બેંકોની ચેકબૂક અમાન્ય થઈ જશે તેથી તમારે નવી ચેકબુક અને નવો IFSC કોડ લેવો પડશે.
LTC કેસ વાઉચર સ્કીમ :- કોરોના મહામારી ના કારણે સરકારી કર્મચારીઓ એલટીસી સ્કિમનો લાભ લઈ શક્યા નથી. જેના કારણે સરકારે એલટીસી કેશ વાઉચર સ્કીમ બહાર પાડી છે અને આ યોજના હેઠળ નાગરિકો 12 ઑક્ટોબર 2020 થી 31 માર્ચ 2021 સુધી કોઇપણ સામાન અથવા સર્વિસની ખરીદી કરીને એલટીસી સ્કીમનો ક્લેમ કરી શકે છે.
75 વર્ષથી વધુ ઉમરના લોકો ને ટેક્સથી રાહત :- બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સ થી રાહત આપવામાં આવશે. 1 એપ્રિલથી 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સ ફાઈલ કરવી નહિ પડે. આ છૂટ સિનિયર સિટીઝન ને આપવામાં આવી છે.
વર્ષ 2019-20 માટે બિલેટેડ ITR :- વર્ષ 2019-20 માટે મોડી અથવા સુધારેલી ઇન્કમ ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી મુદ્દત પૂરી થયા પછી જો ફાઈલ રિટર્ન કરશો તો 10,000 રૂપિયા દંડ ભરવો પડશે.
ઇન્કટેક્સ માં છૂટ :- જો તમે આવક વેરા બચતનો લાભ લેવા કોઇ પોલિસી ખરીદી રહ્યા છો તો તમારે 31 માર્ચ પહેલા ખરીદી લેવી પડશે. આવક વેરાની કલમ 80c અને 80b અંતર્ગત કરવામાં આવેલા રોકાણ ધારકોને આ લાભ મળશે.
બે ગણું ભરવું પડશે TDS :- કેન્દ્ર સરકારે ITR ફાઈલિંગ ને વધુ મજબૂત બનાવી રહી છે. તેથી સરકારે નવો નિયમ બનાવ્યો છે કે જે લોકો ITR ફાઈલ નહિ કરે તો તેમને બમણું TDS ભરવો પડશે. ITR ફાઈલ નહિ કરવા પર 1 એપ્રિલથી બમણું TDS ભરવું પડશે.