1 ડિસેમ્બરથી થવા જઈ રહ્યા છે 6 મોટા ફેરફારો, જાણો તમારા પર શું થશે અસર

1 ડિસેમ્બરથી થવા જઈ રહ્યા છે 6 મોટા ફેરફારો, જાણો તમારા પર શું થશે અસર

નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે, આ સાથે સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલા કેટલાક નિયમો પણ બદલાવાના છે. નવા મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. આ સિવાય બેન્કિંગ અને પેન્શન સંબંધિત કેટલાક નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે.

LPGના ભાવમાં થશે ઘટાડો

ડીઝલ-પેટ્રોલનું છૂટક વેચાણ કરતી સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરે છે. કોરોના વાયરસના નવા પ્રકાર સામે આવ્યા બાદ કાચા તેલની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. આ શુક્રવારે, બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ  10 ડોલર ઘટી હતી, જે એપ્રિલ 2020 પછીનો સૌથી મોટો ઘટાડો છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 1 ડિસેમ્બરની સમીક્ષામાં, એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવશે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ, વગર જોખમે મળશે 16 લાખ રૂપિયા

આ પણ વાંચો: અરે વાહ... કપાસના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો કપાસના બજાર ભાવ સાથે આગામી માવઠાઓની આગાહી...

Pensioners માટે નિયમોમાં ફેરફાર

તો બીજી તરફ સરકારી પેન્શનરો માટે જીવન પત્ર જમા કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. નોંધનિય છે કે, જો સરકારી પેન્શનધારકો આ સમય મર્યાદામાં જીવન પત્ર જમા કરાવવામાં નિષ્ફળ જશે તો તેમને પેન્શન મળવાનું બંધ થઈ જશે. EPFO દ્વારા કરવામાં આવેલા તાજેતરના ટ્વીટ પ્રમાણે, સરકારી પેન્શનરોએ 30 નવેમ્બર સુધીમાં જીવન પત્ર જમા કરાવવું પડશે, જે એક વર્ષ માટે માન્ય રહેશે.

UAN-Aadhaar લિંક

EPFO ​​એ પહેલાથી જ UAN અને આધારને લિંક કરવાની ટાઈમ લિમિટ વધારીને 30 નવેમ્બર કરી દીધી છે. હવે તેમાં વધુ ટાઈમ લિમિટ વધારવાની કોઈ અપેક્ષા નથી. આવી સ્થિતિમાં જેમણે હજુ સુધી UAN-આધાર લિંક નથી કરાવ્યું તેઓએ આ કામ 1 ડિસેમ્બર પહેલા કરાવી લેવુ પડશે. નહીં તો તેમને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. હદિકતમાં, જો સમયમર્યાદામાં UAN-આધાર લિંક નહીં થાય તો PF સબસ્ક્રાઇબર્સના ખાતામાં જમા થઈ શકશે નહીં. આવા સબ્સ્ક્રાઇબર્સ PF ખાતામાંથી પણ ઉપાડી શકશે નહીં.

7 લાખના વિમાનું નુકશાન

તમને જણાવી દઈએ કે, જે લોકોએ 30 નવેમ્બર સુધી UAN-આધાર લિંક નથી કરાવ્યું, તો તેમને ભારે નુકસાન સહન કરવુ પડી છે. નોંધનિય છે કે, EPFO એ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) માટે UAN-આધાર લિંક કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ આમ કરવામાં નિષ્ફળ જશે તો તે કર્મચારીને પ્રીમિયમની ચૂકવણી નહીં થાય અને રૂ. 7 લાખ સુધીના વીમા કવચનું નુકસાન થઈ શકે છે.

Home Loanમાં કેટલીક ઓફરો થશે પુરી

જો આપણે હોમ લોનની વાત કરીએ તો હાલામં ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓએ તહેવારોની સિઝનમાં હોમ લોન ઓફર કરી છે. નૌધનિય છે કે, આ ઑફર્સ લોકોને પોસાય તેવા વ્યાજ દરોથી લઈને પ્રોસેસિંગ ફી માફ કરવા સુધીની છે. તમને જણાવી દઈએ કે મોટાભાગની બેંકોની ઓફર 31 ડિસેમ્બર, 2021 સુધી લાગુ છે. પરંતુ, LIC હાઉસિંગ ફાઇનાન્સની ઓફર આ મહિને સમાપ્ત થઈ રહી છે. વાસ્તવમાં કંપનીએ લાયક ગ્રાહકોને રૂ. 2 કરોડ સુધીની લોન પર 6.66 ટકાના દરે હોમ લોન ઓફર કરી છે, જે 30 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે.

આ પણ વાંચો: 1 December થી લાગુ થશે 10 ફેરફાર-નિયમ: ખેડૂત, પેન્શન, બેંક ખાતાધારકો માટે વગેરે... જાણી લો સૌથી પહેલા

આ પણ વાંચો: તો હવે રાશનની દુકાન પર ગેસ સીલીન્ડર મળશે? જાણો સરકારની આ નવી યોજના વિશે

SBI Credit Card થશે મોંઘુ

આ ઉપરાંત SBI Credit Cardનો ઉપયોગ કરનારા લોકો માટે ડિસેમ્બરથી ફેરફાર થવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે SBI Credit Card થી EMI પર ખરીદી કરવી મોંઘી થઈ જશે. હાલમાં SBI કાર્ડમાં માત્ર વ્યાજ વસુલવામાં  આવતું હતું, પરંતુ હવે નિયમો બદલાશે અને EMI પર ખરીદી કરવા માટે પ્રોસેસિંગ ફી પણ તમારે ચૂકવવી પડશે અને તેની સીધી અસર SBI ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓના પોકેટ પર પડશે. જેથી આવનારા સમયમાં તમારે આ વાત ધ્યાને લેવી જરૂરી છે.