khissu

જાણવાં જેવું: હવે, ATM માંથી દરરોજના રૂ. ૨૦૦૦૦ જ ઉપાડી શકાશે / જાણો કઈ બૅંક માં કેટલાં ઉપાડી શકાય?

હાલમાં જ દેશની સૌથી મોટી બેંક એટલે કે State Bank Of India (SBI) એ હાલમાં જ પોતાના ડેબિટ કાર્ડ પર રોકડ ઉપાડની મર્યાદા ૪૦૦૦૦ થી ઘટાડીને ૨૦૦૦૦ રૂપિયા કરી દીધી છે. આજના સમયમાં દરેક વ્યક્તિનું ઓછામાં ઓછું એક બેંક અકાઉન્ટ (ખાતુ) હોય છે અને મોટા ભાગના વ્યક્તિ એટીએમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડતા હોય છે. પરંતુ તેઓને પોતાના ATM કાર્ડ પર એક દિવસમાં વધુમાં વધુ કેટલા નાણાં ઉપાડી શકાય તે અંગેની માહિતિ તેમની પાસે હોતી નથી. દરેક બેંક પાસે અલગ અલગ પ્રકારના ડેબિટ કાર્ડ હોય છે તે પ્રમાણે ડેબિટ કાર્ડની મર્યાદા અલગ અલગ હોય છે. અહીં આપણે અલગ અલગ બેંકની દરરોજની ડેબિટ કાર્ડથી પૈસા ઉપાડવા અંગેની મર્યાદા વિશે માહિતિ મેળવીએ.

ભારતીય સ્ટેટ બેંક (SBI)

: ડેબિટ કાર્ડ એટલે કે ATM માંથી દરરોજ નાણાં ઉપાડવાની મર્યાદા ડેબિટ કાર્ડના પ્રકાર પ્રમાણે અલગ-અલગ હોય છે. એસબીઆઈ ક્લાસિસ ડેબિટ કાર્ડ પર એક દિવસમાં વધુમાં વધુ ૨૦૦૦૦ તેમજ ઓછામાં ઓછાં ૧૦૦ રૂપિયા ઉપાડવાની મર્યાદા છે.

એચડીએફસી બેંક (HDFC Bank)

: એચડીએફસી ઓફીસીઅલ વેબસાઇટમાં આપવામાં આવેલી માહિતિ અનુસાર પ્લેટિનમ ચિપ ડેબિટ કાર્ડ પર દરરોજના ૧ લાખ સુધી ઉપાડવાની મર્યાદા છે.

એક્સિસ બેંક (Axis Bank)

: વિઝા ટાઇટેનિમમ પ્રાઇમ પ્લસ અને સિક્યોર પ્લસ ડેબિટ કાર્ડ પર મહત્તમ ૫૦૦૦૦ તેમજ રૂપે પ્લેટિનમ કાર્ડ પર મહત્તમ ૪૦૦૦૦ ની મર્યાદા છે.

આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank)

: પ્લેટિનમ ચિપ ડેબિટ કાર્ડ પર દરરોજના રૂપિયા ૧ લાખ અને વિઝા ATM કાર્ડ પર રૂપિયા ૧.૫૦ લાખ ઉપાડી શકાય છે.

પંજાબ નેશનલ બેંક (PNB)

: કલાસિસ રૂપે ડેબિટ કાર્ડ અને માસ્ટર ડેબિય કાર્ડ પર દરરોજના રૂપિયા ૨૫૦૦૦ તેમજ પ્લેટિનમ ડેબિટ કાર્ડ અને રૂપે ડેબિટ કાર્ડ પર મહત્તમ રૂપિયા ૫૦૦૦૦ ની મર્યાદા છે.

દરેક બૅંકના રૂલ્સ એંડ રેગ્યુલેશન અલગ અલગ હોય છે, જે રૂલ્સ ગ્રાહકોને પરવડે તેવી રીતે ગ્રાહકો અલગ અલગ બૅંકો માં એકાઉન્ટ ખોલવતાં હોય છે

આ માહિતી ગુજરાતનાં દરેક બૅંક ગ્રાહકો જાણી શકે તે માટે બને તેટલી શેર કરો. 

આભાર