Top Stories
આ ખેડૂત નેધરલેન્ડની કાકડીની ખેતી કરી થઈ ગયો માલામાલ

આ ખેડૂત નેધરલેન્ડની કાકડીની ખેતી કરી થઈ ગયો માલામાલ

હાલના સમયમાં બેરોજગારી તમામ રેકોર્ડ તોડી રહી છે ડિગ્રી હોવા છતા સારી નોકરી મેળવવામાં ફાંફા થઈ રહ્યા છે. એવામાં દરેક લોકો પોતાનો ધંધો શૂ કરવા અંગે વિચારી રહ્યા છે. આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તે પણ સાઈડ બિઝનેસ કરવા તરફ વિચારી રહ્યા છે જેથી થોડી આવક વધે અને આર્થિક સંકડામણ દૂર થાય. તો આજે અમે તમને એવા જ એક બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમા તમે ઓછા રોકાણે સારી કમાણી કરી શકો છે. અમે વાત કરી રહ્યા છીએ કાકડીની ખેતીની. જેના દ્વારા તમે ઓછા સમયામાં અને ઓછા રોકાણે સારી આવક મેળવી શકો છે.

ઉનાળાની ઋતુમાં કાકડીની ખેતી કરવામાં આવે છે
નોંધનિય છે કે, આ પાકનું સમયચક્ર 60 થી 80 દિવસમાં પૂર્ણ થઈ જાય છે. આમ જોવા જઈએ તો કાકડીની ખેતી ઉનાળાની ઋતુમાં કરવામાં આવે છે. પરંતુ ચોમાસાની સિઝનમાં કાકડીનો પાક વધુ થાય છે. તમને જણાવી દઈએ કે, કાકડીની ખેતી તમામ પ્રકારની જમીનમાં થઈ શકે છે. કાકડીની ખેતી માટે જમીનનું pH. 5.5 થી 6.8 સારું માનવામાં આવે છે. કાકડીની ખેતી નદી અને તળાવોના કિનારે પણ સારી રીતે કરી શકાય છે.

સરકાર ખેતી માટે આપે છે સબસીડી
નોંધનિય છે કે, ઉત્તર પ્રદેશના એક ખેડૂતે કાકડીની ખેતી કરીને સારીએવી કમાણી કરી છે. તેઓ કહે છે કે ખેતીમાં નફો મેળવવા માટે પરંપરાગત પાક છોડીને તેમણે પોતાના ખેતરમાં કાકડી વાવી અને માત્ર 4 મહિનામાં 8 લાખ રૂપિયાની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે આ ખેડૂતે પોતાના ખેતરમાં નેધરલેન્ડની કાકડીઓ વાવી હતી. નેધરલેન્ડની કાકડીની ખેતી કરનાર આ પહેલા ખેડૂત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રજાતિની કાકડીઓમાં બીજ નથી હોતા. જેના કારણે મોટી મોટી હોટલો અને રેસ્ટોરન્ટમાં કાકડીની માંગ ખુબ વધારે રહે છે. ખેડૂતે જણાવ્યું કે, તેણે બાગાયત વિભાગ પાસેથી 18 લાખ રૂપિયાની સબસિડી લઈને ખેતરમાં જ સેડનેટ હાઉસ બનાવ્યું હતું. જો કે સબસિડી લીધા પછી પણ ખેડૂતે 6 લાખ રૂપિયા ખર્ચવા કરવા પડ્યા હતા. તેમણે નેધરલેન્ડથી 72 હજાર રૂપિયાના બીજ મંગાવ્યા હતા. બીજ વાવ્યાના 4 મહિના પછી તેણે 8 લાખ રૂપિયાની કાકડીઓ વેચી નાખી હતી.

આ ધંધાની કેમ માગ વધુ છે
તમને જણાવી દઈએ કે, આ કાકડીની ખાસિયત એ છે કે તેની કિંમત સામાન્ય કાકડીઓની સરખામણીમાં બે ગણી વધારે છે. જ્યારે દેશી કાકડી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાઈ રહી છે, જ્યારે નેધરલેન્ડની બિયારણવાળી આ કાકડી 40 થી 45 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાઈ રહી છે.