Top Stories
ગુજરાતનું આવી બનશે, જાણો ક્યારે ત્રાટકશે વાવાઝોડું શક્તિ, પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતનું આવી બનશે, જાણો ક્યારે ત્રાટકશે વાવાઝોડું શક્તિ, પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ અરબસાગરમાં લોપ્રેસ બન્યા બાદ રાજ્યમાં અનેક સ્થળે માવઠા થઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અત્યારે અરબસાગરમાં લોપ્રેસર બન્યું છે. જેને લીધે ગુજરાતમાં વાવાઝોડાંનો ખતરો છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ઘણાં દિવસથી ગોવાથી પશ્ચિમ તરફ એક વરસાદી સિસ્ટમ અરબસાગરમાં બની રહી હતી. જે બાદ સાઈક્લોનિક સર્કુલેશન બન્યું હતું. આ પછી આગાહી મુજબ આ ગત 21 મેના રોજ લોપ્રેસરમાં પરિવર્તિત થઈ ગઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત પર વાવાઝોડાંનો ખતરો જોવા મળી રહ્યો છે. અરબસાગરમાં લોપ્રેસર બન્યું છે. જે હવે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવના છે. હાલ અરબસાગરમાં વાવાઝોડું બને તેવા પરિબળો સક્રિય છે. જેથી આગળ જતા આ લોપ્રેસર વાવાઝોડું બની શકે છે અને જો વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી આને શક્તિ નામ આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે,આ સાઈક્લોન બિપોરજોય સાઈક્લોનની જેમ ત્રાટકી શકે છે. જે કચ્છના અથવા પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. જેટલી ધીમી ગતિથી આ સાઈક્લોન આગળ વધી રહ્યું છે એમ તે વધુ મજબૂત બનશે. જેને લીધે સૌરાષ્ટ્રના દરેક ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે.