શેરમાર્કેટમાં થતા ઉતાર-ચડાવથી આપણે સૌ વાકેફ છીએ. ક્યારેક તેમાં મંદી જોવા મળે છે તો ક્યારેક તેજી. દેશમાં ઘણા લોકો પોતાની સેવિંગ્સને શેરમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. તેમાં તેઓ ઇચ્છતા હોય છે કે બદલામાં સારું એવુ વળતર મેળવે. કયારેક તે ઇચ્છા પૂરી થાય છે અથવા તો સંજોગે તેમના પૈસા ડૂબી પણ જાય છે.
પરંતુ જો તમે સારી રીતે માર્કેટનું એનાલીસિસ કરો અને પછી પૈસા ઇન્વેસ્ટ કરો તો ચોક્કસ તમને ફાયદો થશે. એવું જરૂરી નથી કે તમે રોકાણ કરેલા પૈસા પર હંમેશા નુક્શાન જ થાય. બજારમાં ઘણી એવી કંપનીઓ છે જેના શેર દ્વારા તેમના રોકાણકારોને ટૂંકા ગાળામાં જ સારું એવુ વળતર પ્રાપ્ત થતું હોય છે. આજે આપણે એક એવા જ શેરની વાત કરવાના છીએ જેણે 4 મહિના દરમિયાન ઝડપી વૃદ્ધિ કરી છે.
Digjam shares :
તો અહીં જે શેરની વાત થઇ રહી છે તેનું નામ Digjam shares (દિગ્જામ શેર) છે. છેલ્લા 4 મહિનામાં આ સ્ટોક લગભગ 20 ગણો વધ્યો છે. NSE પર, આ સ્ટોક 18 ઓક્ટોબર 2021ના રોજ રૂ. 17.25 પર બંધ થયો હતો. જે 11 જાન્યુઆરી 2022ના રોજ 17.25 રૂપિયાથી વધીને 345.05 રૂપિયા થઈ ગયો છે. જો આ શેરનું એનાલીસિસ કરીએ તો છેલ્લા 4 મહિનામાં 4.99% નો વધારો જોવા મળ્યો છે.
4 મહિનામાં 1900% વળતર
જો છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ મલ્ટીબેગર સ્ટોક લગભગ રૂ. 124 થી વધીને રૂ. 345 પ્રતિ શેર થયો છે. જેના પરથી સ્પષ્ટ રીતે નોંધી શકાય કે તેમાં 175 ટકાનો વધારો થયો છે. તેમજ, આ ટેક્સટાઇલ સ્ટોક છેલ્લા બે મહિનામાં રૂ. 47 થી વધીને રૂ. 345ના સ્તરે પહોંચ્યો છે. આ સમયગાળામાં લગભગ 635 ટકાનો વધારો થયો છે. એ જ રીતે, છેલ્લા 4 મહિનામાં, આ મલ્ટિબેગર સ્ટોક રૂ. 17.25 થી રૂ. 345ના સ્તરે ગયો છે. એટલે કે માત્ર ચાર મહિનામાં આ શેરે તેના રોકાણકારોને લગભગ 1900 ટકા વળતર આપ્યું છે.
રોકાણકારોના હિતમાં થશે આ મુજબ વૃદ્ધિ
દિગ્જામ શેરમાં કરવામાં આવેલ રોકાણમાં છેલ્લા 4 મહિનાની વાત કરીએ તો જે રોકાણકારે 2021ના અંતે રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે તેમનું વળતર રૂ. 1.35માં ફેરવાઇ જશે. ત્યારબાદ વાત કરીએ એવા રોકાણકારોની જેમણે 2 મહિના પહેલા આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો તેમનું વળતર રૂ. 2.75 લાખ થઈ જશે. એ જ રીતે, છેલ્લા 4 મહિનામાં, આ મલ્ટિબેગર ટેક્સટાઇલ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હશે તો તે રૂ. 20 લાખમાં રૂપાંતરિત થશે.