Top Stories
khissu

આ 3 UPI એપ્સ દ્વારા તમે ઘરે બેઠા માત્ર થોડી મિનિટોમાં મેળવી શકશો લોન, અહીં જાણો તેની સરળ પ્રક્રિયા

તમારા મોબાઇલમાં રહેલી આ ત્રણ UPI એપ Google Pay, PhonePe અને Paytm હવે ઘરે બેઠા ઇન્સ્ટન્ટ લોનની સુવિધા આપે છે.  જો તમને જરૂર હોય ત્યારે લોનની જરૂર હોય, તો તમે આ ત્રણ એપ્લિકેશન દ્વારા તેને લઈ શકો છો. આ ત્રણ UPI એપ તમને ત્વરિત લોન આપે છે, જેમાં ઓછામાં ઓછા દસ્તાવેજોની જરૂર પડે છે.

PhonePe, Google Pay અને Paytm એ પેમેન્ટ એપ છે જે UPI પર ચાલે છે. આ તમામ એપ્સ UPI પેમેન્ટ સિસ્ટમ હેઠળ એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરે છે. ગ્રાહકોને PhonePe તરફથી સીધી લોન મળતી નથી, પરંતુ મૂળ કંપની ફ્લિપકાર્ટ પાસેથી લોન મેળવવામાં મદદ કરે છે. લોન લેવા માટે, તમારી પાસે Flipkart તેમજ PhonePe એપ્લિકેશન હોવી આવશ્યક છે. આ ઉપરાંત, શૂન્ય ટકા લોન મેળવવા માટે તમારે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અને CIBIL સ્કોરર 700 પ્લસ પ્રદાન કરવાની જરૂર છે. તમે PhonePe દ્વારા 60,000 રૂપિયા સુધીની ઇન્સ્ટન્ટ લોન મેળવી શકો છો. ચાલો જાણીએ કે તમે આ એપ્સ દ્વારા કેવી રીતે લોન લઈ શકો છો.

1. PhonePe દ્વારા લોન લેવાની રીત
આ માટે, તમારે Flipkart અથવા PhonePe ડાઉનલોડ કરવું પડશે.
એપ સાથે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરો.
આ પછી ફ્લિપકાર્ટના પ્રોફાઇલ સેગમેન્ટમાં જાઓ.
ફ્લિપકાર્ટ પે લેટર વિકલ્પ પર ક્લિક કરો.
ફ્લિપકાર્ટ પર જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.
જો તમારી પાસે એકાઉન્ટ નથી, તો તમારે ફ્લિપકાર્ટ પે લેટર એકાઉન્ટ બનાવવું પડશે.
આમાં તમને CIBIL સ્કોર પૂછવામાં આવશે.
જો CIBIL સ્કોર સારો હશે તો લોન સરળતાથી મળી જશે.
આ પછી, તમે 'માય મની' વિકલ્પ પર ક્લિક કરીને UPI એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો.
અહીં તમે જાણી શકશો કે લોનના પૈસા આવ્યા કે નહીં

2. Google Pay દ્વારા લોન લેવાની રીત
સૌથી પહેલા ગૂગલ પે ઓપન કરો.
આ પછી, મની સેક્શનમાં જઈને લોન વિકલ્પ પર ક્લિક કરો.
લોન ઓફર બતાવ્યા બાદ તેના પર ક્લિક કરો.
અહીં તમે Pre-Approved લોનનો વિકલ્પ જોશો.
તમે જે ઓફર લેવા માંગો છો તેના પર ક્લિક કરો.
અહીં લોનની રકમ અને સમય પસંદ કરો.
અહીં તમને ફી અને શુલ્ક પણ જોવા મળશે.
વિગતો મેળવવા માટે રિવ્યુ પર ક્લિક કરો, જો તમને તે સાચું લાગે તો Continue પર ક્લિક કરો.
એક્સેપ્ટ એંડ અપ્લાય પર ક્લિક કરશો એટલે તમને OTP મળશે.
OTP દાખલ કર્યા પછી સબમિટ કરો, ત્યારબાદ લોન કન્ફર્મ કરો.

3. Paytm દ્વારા લોન લેવાની રીત
સૌપ્રથમ Paytm એપ ઓપન કરો.
પછી Paytm એકાઉન્ટ વેરિફાઈ કરી લો.
Paytm ના ડેશબોર્ડ પર આવેલ પર્સનલ લોનના વિકલ્પ પર ક્લિક કરો.
આ પછી તમારી સામે એક ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી જરૂરી વિગતો ભરવાની રહેશે.
ફોર્મ ભર્યા પછી, Proceed વિકલ્પ પર ક્લિક કરો.
ત્યારબાદ કેટલીક Additional Details ભરી Confirm પર ક્લિક કરો.
તમારી અરજી સ્વીકારવામાં આવશે એટલે થોડા સમય પછી તમને Paytm તરફથી કોલ આવશે.
જેમાં તમને જણાવવામાં આવશે કે તમારી લોન Approved થઈ ગઈ છે. 
અને 24 કલાકની અંદર લોનની રકમ તમારા ખાતામાં આવી જશે.