Top Stories
khissu

નવરાત્રીમાં વિઘ્ન! અંબાલાલ પટેલ તો કરી રહ્યા છે ભારે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડાની આગાહી, જાણો કઈ તારીખે?

1) હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, એક પછી એક મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે.

2) જેને કારણે 16 ઓક્ટોબરની સાંજે 17થી 19 ઓક્ટોબરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રેદશ તેમજ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

3) ગુજરાતમાં ભારે પવન અને કરા પડવાની શક્યતા રહેશે.

4) બેક ટુ બેક સિસ્ટમ આવશે અને 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.

5) સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યાતા છે.

6) આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યુ કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વાવાઝોડા આકાર લેશે.

7) અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને 18 ઓક્ટોબરથી એક લો-પ્રેશર બનશે.

8) 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આ વાવઝોડું મજબુત હશે.

9) વાવાઝોડાને ઉત્તર પૂર્વીય પવનોની ગતિ મળશે. બંગાળના ઉપસાગરનો ભેજ મળશે, જેના કારણે આ સિસ્ટમ મજબુત બનશે.

10) વાવાઝોડું મજબૂત બનવાને કારણે પશ્ચિમ ઘાટ પર ગોવાથી નીચેના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.