આજ તારીખ 15/12/2021, બુધવારના જામનગર, રાજકોટ અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવ બે તરફી અથડાય રહ્યા છે. મગફળીમાં હાલ વેચવાલી એકદમ ઓછી છે અને આગામી દિવસોમાં હવે તબક્કાવાર ઘટાડો થાય તેવી ધારણાં છે. સરકારી ખરીદીમા પણ કંઈ દમ નથી અને કુલ ખરીદી હજી ૫૦ હજાર ટને પણ ન પહોંચી હોવાનાં આંકડાઓ બિનસત્તાવાર રીતે આવી રહ્યાં છે. આગામી દિવસોમાં સીંગતેલ કે ખોળનાં ભાવ વધુ તુટશે તો પણ મગફળીમાં બહુ ઘટાડો થાય તેવી સંભાવનાં નથી.
વેપારીઓ કહે છેકે આ વર્ષે ઉનાળુ વાવેતર પણ જબ્બર થાય તેવીસંભાવના છે. ખેડૂતોને મગફળી અને ગવારમાં સારા ભાવ મળ્યાં હોવાથી ઉનાળે તેનું વાવેતર વધી શકે છે. ગોંડલમાં મગફળીની આવકો આજે બુધવારે કેટલી ગુણીની થાય છે તેનાં ઉપર આધાર છે. જાણકારો કહે છેકે એકથી સવા લાખ ગુણી આસપાસ જ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
વૈશ્વિક ઘઉં બજારમાં ફરી મંદી આવી છે અને ભાવ નવા વર્ષની ૮.૨૫ ડોલર જેવી ઊંચી સપાટીથી અડધો ડોલર જેવા તુટી ગયાં છે. વૈશ્વિક મંદીને પગલે ઘરઆંગણે પણ ઘઉંનાં ભાવમાં છેલ્લા બે દિવસમાં ક્વિન્ટલે રૂ. ૫૦ જેવો ઘટાડો થયો છે. ઘઉંનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ઘઉંની બજારમાં છેલ્લા બે દિવસથી તરેહ તરેહની અફવા ચાલી રહી છે. ઘઉંનાં નિકાસ ઉપર નિયંત્રણો આવશે તેવી પણ વાતો ચાલી રહી છે. બીજી તરફ પોર્ટ ઉપર હાલ વેસેલ્સની તંગી છે અને કન્ટેઈનર પણ મળતા ન હોવાથી મોટા ભાગની કંપનીઓએ નવી ખરીદી પણ હાલ પૂરતી બંધ કરી છે, જેને પગલે ઘઉંનાં ભાવમાં બે દિવસમાં ક્વિન્ટલે રૂ. ૫૦ નીકળી ગયા છે. જો નિકાસકારોની લેવાલી નીકળશે નહીં તો ભાવમાં વધુ આટલો જ ઘટાડો થાય તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1451 | 1790 |
ઘઉં લોકવન | 400 | 436 |
ઘઉં ટુકડા | 412 | 469 |
જુવાર સફેદ | 345 | 595 |
બાજરી | 385 | 411 |
તુવેર | 980 | 1249 |
ચણા પીળા | 711 | 970 |
અડદ | 930 | 1500 |
મગ | 1100 | 1449 |
વાલ દેશી | 725 | 1230 |
ચોળી | 850 | 1385 |
કળથી | 750 | 970 |
એરંડા | 1181 | 1218 |
અજમો | 1250 | 2080 |
સુવા | 850 | 1105 |
કાળા તલ | 1940 | 2471 |
ધાણા | 1300 | 1716 |
જીરું | 2800 | 3100 |
ઇસબગુલ | 1650 | 2250 |
આ પણ વાંચો: Top6 કૃષિ માહિતી/ ૧૦મો હપ્તો, ૪૦૦૦ સહાય, કપાસ ભાવ વધારો? આગાહી? આજની બજાર હલચલ....
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1111 | 1781 |
ઘઉં | 400 | 456 |
જીરું | 2200 | 3051 |
એરંડા | 1150 | 1211 |
તલ | 1900 | 2201 |
ચણા | 631 | 916 |
મગફળી ઝીણી | 810 | 1221 |
મગફળી જાડી | 780 | 1171 |
ડુંગળી | 101 | 471 |
સોયાબીન | 1000 | 1296 |
ધાણા | 1100 | 1601 |
તુવેર | 811 | 1191 |
મગ | 826 | 1461 |
ઘઉં ટુકડા | 406 | 416 |
શીંગ ફાડા | 951 | 1356 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1755 |
ઘઉં | 380 | 434 |
જીરું | 2100 | 3075 |
એરંડા | 1100 | 1214 |
બાજરો | 300 | 419 |
મગફળી ઝીણી | 1000 | 1200 |
મગફળી જાડી | 950 | 1050 |
લસણ | 160 | 540 |
અજમો | 1400 | 4200 |
અડદ | 400 | 1505 |
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1451 | 1171 |
ઘઉં | 398 | 432 |
જીરું | 2220 | 3070 |
તલ | 1500 | 2208 |
બાજરી | 355 | 445 |
ચણા | 565 | 955 |
મગફળી ઝીણી | 750 | 1258 |
તલ કાળા | 1390 | 2548 |
અડદ | 401 | 1451 |
મગ | 570 | 1130 |