આજ તારીખ 16/12/2021, ગુરુવારના અમરેલી, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગોંડલ, અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: પીએમ મોદી આજે 11 વાગ્યે કરશે સંબોધન, ખેડુતોનાં ખાતામાં આવી શકે છે 10મો હપ્તો
મગફળીની બજારમાં નરમાઈ જોવા મળી હતી. તૈયાર માલોમાં ઘરાકી ન હોવાથી સીંગદાણા, સીંગખોળ અને લુઝ તમામ જાતોમાં મંદી હતી જેને પગલે મગફળીનાં ભાવમાં મણે રૂ.૫થી 10 નો અમુક સેન્ટરમાં ઘટાડો હતો. સરકારી ખરીદી હજી ચાલુ છે, પંરતુ ખાસ કોઈ દમ નથી. બજાર ભાવ ટકી રહેશે ત્યાં સુધી સરકારમાં મગફળી જવાની નથી.ગોંડલમાં મગફળીની આવકો કરાંતા 1.30 લાખ ગુણીની થઈ હતી. સતત બીજી વાર આટલી જ આવક થઈ છે, જે બતાવે છે કે ખેડૂતો પાસે માલ પડ્યો છે અને ખેડૂતોને પણ ભાવ ઘટવાનો ડર છે, પરિણામે સરેરાશ બજારમાં નરમાઈની સંભાવનાં છે. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ બજારનો આધાર રહેલો છે.
નવી લાલ ડુંગળીની આવકો હવે ગોંડલની સાથે મહુવા અને ભાવનગર પટ્ટીમાં પણ વધી રહીછે. ડુંગળીની આવકો વધવાની સામે હાલ ઘરાકી સારી છે અને બીજી તરફ બિયારણ ક્વોલિટીનાં જે માલ આવે છે તેમાં લેવાલી સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસો બજાર હજી મજબૂત રહે શકે છે, પંરતુ આવકોમાં બહુ વધારો થાય બાદ ભાવ નીચા આવે તેવી ધારણાં છે. આલેવલથી હવે બહુ મોટી તેજી દેખાતી નથી.લાલ ડુંગળીની મહુવામાં 14800 કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.125થી 463નાં હતાં. જ્યારે સફેદ ડુંગળીની 6 હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ. 120થી 532નાં હતાં.ગોંડલમાં લાલ ડુંગળીનાં 17500 કટ્ટાનાં વેપારો હતાં અને ભાવ રૂ.101થી 471નાં હતાં.
બાજરીની બજારમાં ઘરાકીનાં ટેકે ભાવમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઠંડી તોડી પડવાની શરૂ થઈ હોવાથી ઘરાકી સારી રહેતેવી આશા છે, જેને પગલે હાલ રિટેલવાળા પણ બાજરીની ખરીદી સારી માત્રામાં કરી રહ્યાં છે, જેન પગલે બાજરીનાં ભાવ ઘટતા અટકીને અથડાય રહ્યાં છે. ઉનાળુ બાજરીનાં વાવેતર પણ આ વર્ષે સારા થાય તેવી સંભાવનાં કેટલાક ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. આવર્ષે પાણીની સુવિધા સારી છે અને ભાવ પણ સારા રહે તેવી ધારણાં છે, પરિણામે વાવેતર સારા થશે. જોકે હજી ઉનાળુ વાવેતરને એકથી દોઢ મહિનાની વાર છે.
જામનગર માર્કેટ યાર્ડમાં હરાજીમાં કપાસના ભાવ રૂ.1755 બોલાયા હતાં. એક દિવસમાં 887 ખેડૂત આવતા 24479 મણ જણસ ઠલવાઇ હતી. કપાસની 5181, સૂકી ડુંગળીની 3150, લસણની 3285 મણ આવક થવા પામી હતી. જામનગર માર્કેટ યાર્ડમાં મંગળવારે 887 ખેડૂત આવતા જુદી-જુદી 24479 મણ જણસ ઠલવાઇ હતી. જેમાં બાજરી 144, ધઉં 2264, અડદ 1040, ચણા 1488, અરેંડા 490, તલ 1309, લસણ 3285, કપાસ 5181, જીરૂ 1233, અજમો 1947, અજમાની ભૂસી 1311, ધાણા 1104, સૂકી ડુંગળી 3150, સૂકા મરચા 493 મણ ઠલવાયા હતાં.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 910 | 1817 |
ઘઉં | 401 | 429 |
જીરૂ | 1960 | 2870 |
એરંડા | 1007 | 1232 |
તલ | 1025 | 2240 |
બાજરો | 341 | 457 |
ચણા | 666 | 936 |
મગફળી જીણી | 1010 | 1116 |
મગફળી જાડી | 900 | 1132 |
જુવાર | 190 | 491 |
સોયાબીન | 1150 | 1278 |
ધાણા | 1235 | 1571 |
તુવેર | 700 | 1227 |
તલ કાળા | 1100 | 2855 |
મગ | 805 | 1100 |
અડદ | 808 | 1450 |
સિંગદાણા | 974 | 1200 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 420 |
ઘઉં ટુકડા | 400 | 423 |
બાજરો | 350 | 428 |
ચણા | 600 | 928 |
અડદ | 800 | 1470 |
કપાસ | 1200 | 1720 |
તુવેર | 1000 | 1269 |
મગફળી ઝીણી | 850 | 1152 |
મગફળી જાડી | 800 | 1130 |
સિંગફાડા | 750 | 1305 |
તલ | 1450 | 2172 |
તલ કાળા | 1800 | 2600 |
જીરું | 2600 | 2910 |
ધાણા | 1200 | 1695 |
મગ | 850 | 1355 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1441 | 1800 |
ઘઉં લોકવન | 404 | 429 |
ઘઉં ટુકડા | 413 | 476 |
જુવાર સફેદ | 335 | 490 |
બાજરી | 315 | 425 |
તુવેર | 950 | 1213 |
ચણા પીળા | 710 | 950 |
અડદ | 950 | 1470 |
મગ | 1050 | 1380 |
વાલ દેશી | 825 | 1261 |
ચોળી | 860 | 1335 |
કળથી | 740 | 970 |
એરંડા | 1141 | 1218 |
અજમો | 1450 | 2070 |
સુવા | 841 | 1102 |
કાળા તલ | 1980 | 2589 |
ધાણા | 1300 | 1724 |
જીરું | 2750 | 2946 |
ઇસબગુલ | 1650 | 2205 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1791 |
ઘઉં | 404 | 448 |
જીરું | 2151 | 3041 |
એરંડા | 1151 | 1211 |
તલ | 1800 | 2251 |
ચણા | 650 | 926 |
મગફળી ઝીણી | 820 | 1221 |
મગફળી જાડી | 775 | 1171 |
ડુંગળી | 101 | 446 |
સોયાબીન | 971 | 1296 |
ધાણા | 1100 | 1616 |
તુવેર | 1021 | 1171 |
મગ | 800 | 1401 |
ઘઉં ટુકડા | 406 | 416 |
શીંગ ફાડા | 901 | 1291 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1745 |
ઘઉં | 380 | 438 |
જીરું | 2100 | 3000 |
એરંડા | 1080 | 1204 |
બાજરો | 301 | 426 |
મગફળી ઝીણી | 1000 | 1360 |
મગફળી જાડી | 950 | 1052 |
લસણ | 100 | 6365 |
તલ કાળા | 1770 | 2280 |
અડદ | 1100 | 1420 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1501 | 1781 |
ઘઉં | 404 | 436 |
જીરું | 2220 | 2980 |
તલ | 1200 | 2126 |
ચણા | 601 | 875 |
મગફળી ઝીણી | 730 | 1252 |
અડદ | 350 | 1500 |
મગ | 1100 | 1188 |
ગુવારનું બી | 900 | 1162 |