કપાસના ભાવ 2000 પહોંચશે ? જાણી લો આજના કપાસના તાજા બજાર ભાવ

કપાસના ભાવ 2000 પહોંચશે ? જાણી લો આજના કપાસના તાજા બજાર ભાવ

કપાસમાં સતત વેચવાલી સામે લેવાલીને કારણે ઉત્પાદન થયેલ સ્ટોક ઘટી રહ્યોં છે. બે ઘડી કોટન સંસ્થાઓ દ્રારા આ વર્ષની સિઝનમાં રૂનો પાક સરેરાશ ૩૦૦ લાખ ગાંસડી માની લઇએ તો હવે ૫૦ લાખ ગાંસડી આસપાસનો સ્ટોક બચ્યો કહી શકાય. હાલ ઉતાસણી નજીકમાં છે, ત્યારે આદિવાસી ભાગિયા વતન તરફ જવાનાં હોઇ, કપાસની જેમ અન્ય કૃષિ જણસીઓમાં વેચવાલી વધી રહી છે, છતાં કપાસની બજાર સામાન્ય વધ-ઘટે સ્થિર થઇ ગઇ છે.

રૂનાં ભાવ છેલ્લા એક-દોઢ મહિનામાં ઝડપથી ખાંડીએ રૂ.૫૦૦૦ થી રૂ.૬૦૦૦ વધી ગયા છે. કપાસમાં ખુલ્લી બજારો ટેકાથી ઊંચી થઇ ગઇ હોવાથી સીસીઆઇ દ્રારા કપાસની ખરીદી બંધ થઇ ગઇ છે. આ વર્ષે એમણે દેશમાંથી ૩૪ લાખ ગાંસડી રૂનો કપાસ ખરીદ કર્યોં છે. હવે ખરીદી બંધ કરી રૂની બજારમાં સરકારનું સીસીઆઇએ કપાસનું વેચાણ શરૂ કરતાં ભારતમાં ૨ લાખ ગાંસડી રૂનાં કપાસનું વેચાણ કર્યું છે.

આ વખતે દેશમાંથી સીસીઆઇ દ્રારા કપાસ ખરીદીમાં સૌથી વધું ખરીદી આંધ્રપ્રદેશમાંથી અને સૌથી મામુલી ખરીદી ગુજરાતમાંથી કરી છે. હવે સીસીઆઇ પાસે ૨ લાખ ગાંસડી રૂનો કપાસ વચ્યા પછી ૩૨ લાખ ગાંસડી રૂનો કપાસ બચ્યો છે. કપાસનાં ખેડૂતો માટે વિતેલ ફેબ્રુઆરી મહિનો ભાવ સુધરવા બાબતે સારો ગયો છે અડધો માર્ચ મહિનો કપાસની બજારો વધીને સ્ટેબલ થઇ ગઇ છે. અત્યારે કપાસની બજાર સામાન્ય વધ-ઘટે થાક ખાતી હોય એવું લાગે છે. હવે, પછી કપાસ બજારને સપોર્ટ કરે એવું કોઇ નવું કારણ આવે એની રાહ જોવી પડે. 
ન્યુયોર્ક વાયદામાં તેજી થયા પછી બજાર ઘટી છે. ચીનનાં રૂ વાયદા પણ ઘટીને આવી રહ્યાં છે. હાલ રૂ વાયદો ૯૫ સેન્ટની સપાટીએ છે. હાલ કોટન બજારમાં નિકાસનો વેગ જોતા લાગે છે કે સિઝન અંત સુધીમાં ૨૫ લાખ ગાંસડીની નિકાસ થવાની શક્યતા છે.

ગત વર્ષે કપાસ સતત ઘસાતા ઘસાતા આ સમયે પ્રતિમણ સરેરાશ રૂ.૧૬૦૦એ બજાર પહોંચી હતી. એ બજાર ચાલું વર્ષે ઘટેલા ભાવ પછી સુધારો થઇને હાલ બજાર સરેરાશ ૧૬૦૦ની સપાટીએ સ્થિર થઇ છે. રાજકોટ યાર્ડમા તા.૧૫, માર્ચને શુક્રવારે ૨૦,૦૦૦ મણ આવક સામ રૂ.૧૪૫૦ થી રૂ.૧૬૨૯, જામનગર યાર્ડમાં ૮૩૬૮ મણની આવક સામે રૂ.૧૨૦૦ થી રૂ.૧૬૪૦નાં ભાવે અને ગોંડલ યાર્ડમાં ૧૧,૦૯૦ મણ આવક સામે રૂ.૧૧૦૧ થી રૂ.૧૬૦૬ ભાવ થયા હતા.

કોટન માર્કેટમાંથી મળતી માહિતી મુજબ ગત વર્ષે આ સમયે ૮.૨૫ લાખ ગાંસડી રૂની આયાત થઇ હતી, તે આ વર્ષે ૩.૫૦ લાખ ગાંસડીની આયાત થઇ છે. એ રીતે ગત વર્ષે ૭.૫ લાખ ગાંસડી નિકાસ સામે ચાલું વર્ષે ૧૯ લાખ ગાંસડી રૂની નિકાસ થઇ ચૂકી છે. આ વખતે અત્યાર સુધીમાં ૨૫૦ લાખ ગાંસડીનો કપાસ બજારમાં આવી ચૂક્યો છે, તો ગત વર્ષે આ સમયે ૧૮૨ લાખ ગાંસડી રૂનો કપાસ વેચાણ માટે બજારમાં ઠલવાયો હતો. માર્ચ એન્ડીંગનું વેકેશન અને હોળી-ધૂળેટીની રજાઓને કારણે કપાસની હાલ આવકો થોડી વધીને ૧ લાખ ગાંસડીની થઇ છે.

સરકારી એજ્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ચાલુ સિઝનમાં સમગ્ર દેશમાંથી ૭મી માર્ચ સુધીમાં કુલ રૂની ૩૨.૮૧ લાખ ગાંસડીની ખરીદી કરી છે. કપાસનાં ભાવ હવે સરકારે નક્કી કરેલા મિનીમમ સપોર્ટ પ્રાઈજ કરતાં ઉપર આવી ગયા હોવાથી હવ કે પાસની ખરીદીની જરૂર પણ નથી. છેલ્લા એક-બે મહિનામાં બજારો સારા એવા વધી ગયા હોવાથી કપાસની ખરીદી કરવાની સરકારે જરૂર  નથી.

સીસીઆઈએ ચાલુ વર્ષે આંધ્રપ્રદેશમાંથી જ રૂની સૌથી વધુ ખરીદી કરી હતી, જ્યારે ગુજરાતમાંથી પણ મામૂલી માત્રામાં ખરીદી કરવાની જરૂર પડી હતી. સીસીઆઈ પાસે જે રૂનો સ્ટોક હતો તેમાંથી ચાલુ સિઝનનાં સ્ટોકમાંથી સરકારે ઓક્શન મારફતે ગત સપ્તાહ સુધીમાં કુલ ૧.૯૧ લાખ ગાંસડીનું વેચાણ કર્યું છે અને સરકારી એજન્સી પાસ હવ ે ચે ાલુ  સિઝનનુ કુલ ૩૦.૯૧ લાખ ગાંસડીનો સ્ટોક પડ્યો છે.

કપાસના બજાર ભાવ (16/03/2024)

માર્કેટીંગ યાર્ડ

નિચા ભાવ

ઉચા ભાવ

રાજકોટ14501620
અમરેલી9921585
સાવરકુંડલા13511580
જસદણ13501585
બોટાદ13011671
મહુવા12221500
ગોંડલ11011606
કાલાવડ12011551
જામજોધપુર13011581
ભાવનગર13261587
જામનગર12501635
બાબરા13301621
જેતપુર11781606
વાંકાનેર13001590
મોરબી13501600
રાજુલા10001571
હળવદ13001572
તળાજા11501578
બગસરા12501600
ઉપલેટા12001480
માણાવદર14501650
વિછીયા13501590
ભેંસાણ11001606
ધારી10011551
લાલપુર13501561
ખંભાવળયા14001563
ઘ્રોલ12351600
પાલીતાણા12111565
હારીજ14141632
ધનસૂરા13001500
વિસનગર11611635
વિજાપુર15001641
કુકરવાડા12501626
ગોજારીયા16331634
હિંમતનગર13411600
માણસા13501610
કડી14501643
પાટણ11501640
થરા14401485
સિઘ્ઘપુર14511655
ડોળાસા12541571
વડાલી14001643
બેચરાજી13501500
ગઢડા13251601
અંજાર14501600
ધંધુકા12251558
વીરમગામ12501551
ચાણસમા13781560
ખેડબ્રહ્ા15401600
ઉનાવા11001631