આજે કપાસમાં ભુક્કા બોલાવતી તેજી, 1500 પ્લસના ભાવ, જાણો તમારા માર્કેટમાં કપાસના ભાવ

આજે કપાસમાં ભુક્કા બોલાવતી તેજી, 1500 પ્લસના ભાવ, જાણો તમારા માર્કેટમાં કપાસના ભાવ

ગુજરાત એ કપાસના ઉત્પાદનમાં નંબર વન રાજ્ય છે. રાજ્યમાં 25થી 26 લાખ હેક્ટરમાં વાવેતર કરાતા કપાસમાં હવે આવક રહી નથી. જે ખેડૂતોએ સ્ટોક કરી રાખ્યો છે એ કમાણી કરી રહ્યાં છે. આ વર્ષે રૂના ભાવ ઓછા હોવાથી ખેડૂતોને નુક્સાન ગયું છે પણ હવે ખેડૂતોને ટેકાથી પણ વધારે ભાવ મળે તો નવાઈ નહીં. આજે મોટાભાગના માર્કેટયાર્ડોમાં રૂના ભાવ ટેકાથી વધારે કે ટેકાની આસપાસ છે.

85 લાખ ગાંસડીના ઉત્પાદનના 55 ટકા આવક
દેશમાં સૌથી વધુ કપાસનુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે. ત્યારે કપાસની ખેતી કરનારા ખેડૂતોને આગામી દિવસોમાં મલબક આવક થવાની છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં કપાસની આવક 37 ટકા વધારે થઈ છે. કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા કપાસની ચાલુ સીઝનની 2023-24 નો ઉત્પાદનનો રિપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ, ગુજરાતમાં સીઝનના ચાર મહિના દરમિયાન 46.38 લાખ ગાંસડી કપાસની આવક થઈ છે. એક ગાંસડી એટલે 170 કિલો થાય. જે રાજ્યના 85 લાખ ગાંસડીના ઉત્પાદનના 55 ટકા આવક છે. આ આંકડા ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના છે.

ભાવની વાત કરીએ તો, કપાસના ભાવ 25-50 વધીને હલકા માલના રૂપિયા 1200-1300 પ્રતિ મણ અને સારા માલના રૂપિયા 1400-1450 પ્રતિ મણ ચાલી રહ્યાં છે. તેવી જ રીતે રૂના ભાવમાં 55000-55500 અને બેસ્ટ ક્વોલિટીમાં 56000 પ્રતિ ખાંડી થયા છે.

વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 25% હિસ્સો
કપાસ એ સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકોમાંનો એક છે અને કુલ વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 25% હિસ્સો ધરાવે છે. બીજો સૌથી મોટો ઉત્પાદક મહારાષ્ટ્ર છે, જ્યાં ખેડૂતોને 6500 રૂપિયાથી લઈને 7100 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. મહારાષ્ટ્રના ખેડૂતો સારા ભાવની આશાએ કપાસનો સ્ટોક કરી રહ્યા છે. કારણ કે બે વર્ષ પહેલા તેણે તેને 12 થી 14 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચ્યો હતો. ધીમે ધીમે કપાસના ભાવમાં તેજી આવી રહી છે

ગુજરાતમાં હવે ખેડૂતોને ફાયદો
કપાસના ભાવ ઓક્ટોબરમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 10,000ના ઊંચા સ્તરેથી ઘટીને રૂ.7,200 પ્રતિ ક્વિન્ટલ થયા છે. ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જો ભાવમાં ઘટાડો ચાલુ રહેશે, તો ખેડૂતો ક્વિન્ટલ દીઠ રૂ. 7,020ના નવા MSP પર વેચાણ કરવા માટે આગામી સિઝન સુધી રાહ જોવાનું પસંદ કરી શકે છે. 2023-24ની માર્કેટિંગ સીઝન માટે સરકારે કોમોડિટીના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વાર્ષિક આશરે 9%નો વધારો કર્યા બાદ કપાસના ભાવ, જે છેલ્લા આઠ મહિનામાં 25% થી વધુ ઘટ્યા છે, તે ભાવમાં હવે સુધારો થઈ રહ્યો છે. સરકારે વર્ષ 2023-24ના ખરીફ સિઝન માટે કપાસમાં મધ્યમ તાર માટે ટેકાના ભાવ 6,620 અને લાંબા તારના ટેકાના ભાવ 7,020 જાહેર કર્યા હતા. આજે ગુજરાતના મોટાભાગના માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ ટેકાથી પણ વધારે છે. 

કપાસના બજાર ભાવ (Today 24/02/2024 Cotton Apmc Rate) :

તા. 23/02/2024, શુક્રવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ13001541
અમરેલી10201538
સાવરકુંડલા12511551
જસદણ13001520
બોટાદ12461570
મહુવા12351392
ગોંડલ11511501
કાલાવડ12501511
જામજોધપુર12511516
ભાવનગર12521501
જામનગર12001595
બાબરા12801568
જેતપુર5001501
વાંકાનેર12001486
મોરબી12401540
રાજુલા10001469
હળવદ13001502
વિસાવદર11421436
તળાજા11501450
બગસરા11701500
ઉપલેટા12501545
માણાવદર13101635
ધોરાજી11561456
વિછીયા13001520
ભેંસાણ12001486
ધારી11361495
લાલપુર12851480
ખંભાળિયા13001462
ધ્રોલ12001550
પાલીતાણા11001450
હારીજ13001511
ધનસૂરા12001430
વિસનગર12001570
વિજાપુર13001527
ગોજારીયા13501452
હિંમતનગર13511529
માણસા9501535
કડી12121445
મોડાસા13001340
પાટણ12001539
થરા11601390
સિધ્ધપુર13001510
ડોળાસા11501470
વડાલી13801570
ટિંટોઇ10501425
બેચરાજી11001356
ગઢડા13001516
ઢસા13051485
કપડવંજ11001250
અજાર13501507
ધંધુકા12001482
વીરમગામ12001515
ચાણસ્મા12801430
ખેડબ્રહ્મા13501460
ઉનાવા10001550
ઇકબાલગઢ10001365
સતલાસણા12801440