ગુજરાતમાં કપાસની નવી આવક ચાલુ થતાં દિવસેને દિવસે ભાવોમાં હલચલ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોની કમ્પેરીઝનમાં ભાવોમાં બહુ વધારો-ઘટાડો જોવા મળતો નથી, જોકે દિવાળી પછી પણ ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. હાલમાં હળવદ, રાજકોટ, બોટાદ, જામનગર જેવા જિલ્લાઓમાં કપાસની આવક ખૂબ જ વધારે માત્રામાં થઈ રહી છે. તેમ છતાં ખેડૂતોને સારા કપાસના ભાવ ૧૫૦૦થી વધારે મળી રહ્યા છે.
ગઈકાલની સાપેક્ષમાં આજે ભાવની અંદર દસથી-પંદર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જોકે ગઈકાલની સાપેક્ષમાં આજે માર્કેટ યાર્ડમાં આવક થોડી ઓછી નોંધાઈ હતી. વાતાવરણની અંદર પલટો અને માવઠાની સ્થિતિ સર્જાતા ખેડૂતો માર્કેટયાર્ડમાં કપાસ લાવતાં થોડા મૂંઝવણ અનુભવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો: ખેડૂતોને પડ્યા પર પાટું, રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી. હજી કેટલા દિવસ આગાહી?
આજે ગુજરાતમાં રાજકોટ, અમરેલી, જસદણ, બોટાદ, ગોંડલ, કાલાવાડ, બાબરા, જેતપુર, વાંકાનેર, રાજુલા, બગસરા, માણાવદર, ધોરાજી, લાલપુર, ભેસાણ, ગઢડા, ઢસા જેવા અનેક જિલ્લાઓમાં સારા કપાસનાં 1700થી વધારે કપાસના ભાવ નોંધાયા છે.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બાબરા અને અમરેલી માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે ૧૭૩૦ રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ આજનાં 18 નવેમ્બર 2021 ને ગુરુવારનાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
રાજકોટ | 1500 | 1710 |
અમરેલી | 900 | 1730 |
સાવરકુંડલા | 1200 | 1690 |
જામજોધપુર | 1500 | 1691 |
ભાવનગર | 1000 | 1685 |
જામનગર | 1300 | 1670 |
બાબરા | 1200 | 1730 |
મોરબી | 1150 | 1658 |
હળવદ | 1150 | 1641 |
વિસાવદર | 1355 | 1715 |
તળાજા | 800 | 1695 |
ઉપલેટા | 900 | 1690 |
લાલપુર | 1492 | 1701 |
હિંમતનગર | 1251 | 1631 |
ધ્રોલ | 1175 | 1670 |
પાલીતાણા | 900 | 1600 |
માણાવદર | 1251 | 1727 |
ધનસુરા | 1400 | 1555 |
વિજાપુર | 1000 | 1680 |
પાટણ | 1350 | 1670 |
કડી | 1200 | 1678 |
સિધ્ધપુર | 1500 | 1678 |
ડિસા | 1411 | 1551 |
ધોરાજી | 1201 | 1700 |
ઉનાવા | 1000 | 1647 |
ખેડ્બ્રમ્હા | 1550 | 1613 |
ગોંડલ | 1001 | 1706 |
મહુવા | 452 | 1676 |
ભાવનગર | 1000 | 1685 |
રાજુલા | 1500 | 1701 |
તળાજા | 800 | 1695 |
જુનાગઢ | 1340 | 1652 |
મોડાસા | 1500 | 1560 |
જેતપુર | 1011 | 1705 |
હળવદ | 1150 | 1658 |