તહેવારો આવે તે પહેલા સોના-ચાંદીના ભાવોમાં 2700નો ઘટાડો, જાણો આજના ભાવો

તહેવારો આવે તે પહેલા સોના-ચાંદીના ભાવોમાં 2700નો ઘટાડો, જાણો આજના ભાવો

નમસ્કાર ગુજરાત, આજે તારીખ:- 07/10/2023 અને શનિવાર છે, ગુજરાતમાં આજે સોના ચાંદીના ભાવ નીચે મુજબ છે. 

ગુજરાતમાં 22 કેરેટ સોનાનો ભાવ
1) 1 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ:- ₹5,280 
2) 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ :- ₹52,800

ગઈકાલના ભાવ કરતાં આજે 22 કેરેટ સોનાના ભાવમાં 10 ગ્રામે 250 રૂપિયાનો વધારો થયો છે. 

22 કેરેટ સોનામાં 19 સપ્ટેમ્બરે સોનાનો ભાવ 55,200 ની સપાટીએ હતો જે આજે ઘટી અને 52,800ની સપાટીએ પહોંચી ગયો છે આમ છેલ્લા બે-ત્રણ વીકથી એકધારો ભાવ ઘટાડો થઈ રહ્યો છે.

આજે ગુજરાતમાં 24 કેરેટ સોનાનો ભાવ 
1) આજે 1 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ: ₹5,759
2) આજે 10 ગ્રામ 24 કેરેટ

સોનાનો ભાવ: ₹57,590
ગઈકાલના ભાવ કરતા આજે 24 કેરેટ સોનામાં 10 ગ્રામે 310 રૂપિયાનો વધારો થયો છે.

સોનાના ભાવમાં છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો સોનાનો ભાવ 60,000 ની સપાટીએ હતો જે હાલમાં 57000 ની સપાટીએ પહોંચી ગયો છે, આમ 3000 રૂપિયાનો ઘટાડો થયો છે.

આજે ગુજરાતમાં ચાંદીના ભાવો શું છે? 
1) એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ગુજરાતમાં આજે:- ₹ 72,100 છે. 
2) ગઈકાલે ગુજરાતમાં ચાંદીનો ભાવ:- ₹ 70,600.

ગઈકાલ કરતા આજે ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો વધારો નોંધાયો છે. 

છેલ્લા બે અઠવાડિયામાં ચાંદીનો ભાવ ₹75,000 ની સપાટીએ હતો જે ઘટી અને આજે 72,000 ની સપાટીએ પહોંચી ગયો છે. આવનાર દિવસોમાં તહેવારો આવવાને કારણે ભાવમાં ફરી વધારો થવાની સંભાવના.

આ પણ વાંચો:- જો તમે Bank locar નો ઉપયોગ કરો છો તો આ નવી 8 માહિતી ભૂલ્યા વગર જાણી લો