khissu

આજથી નવો વરસાદ રાઉંડ શરૂ: ઉપર લેવલ ભેજને કારણે ક્યાં-ક્યાં જીલ્લામાં આગાહી?

આજથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આજે 19 તારીખ છે. આજે મુંબઈમાં સારો વરસાદ પડશે ત્યાર બાદ એ સિસ્ટમ થોડી ઉપર આવશે અને ગુજરાતમાં પણ 20-21 તારીખથી વરસાદનુ જોર વધશે જોકે આજથી જ ધીમે ધીમે વિસ્તારો વધવા લાગશે.

આજે ક્યાં ક્યાં જીલ્લામાં આગાહી? ગુજરાતમાં આજે અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતમાં વધુ શક્યતા રહેશે. એ સિવાયના અન્ય વિસ્તારોમાં ઉપર લેવલ ભેજ ઘટી જવાને કારણે ક્યાંય ક્યાંક ઝાપટા વરસી જશે.

ગુજરાતમાં સારા વરસાદની આગાહી ક્યારે?
ગુજરાતના ઘણા ભાગોમાં હજી વાવણી લાયક વરસાદ નોંધાયો નથી. 22 તારીખથી લઇને 25 તારીખ માં એક સારો રાઉન્ડ ગુજરાતમાં આવશે તેવી શક્યતા છે. આ દિવસો દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં સારી વાવણી થવાની પૂરેપૂરી શક્યતા છે.