ગઈ કાલે ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં દોઢ લાખ મણની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં મહારાષ્ટ્ર અને કાઠિયાવાડના કપાસની આવક જળવાયેલી હતી પણ કપાસની કવોલીટી દિવસેને દિવસે બગડી રહી છે. મહારાષ્ટ્રમાં કપાસના ભાવ ઊંચા હોવાથી ત્યાંથી પાણી છાંટીને કપાસ લાવે તો જ પોસાય તેમ છે તેથી ત્યાંના વેપારીઓ ભરપૂર પાણી છાંટીને કપાસ લાવી રહ્યા છે. જેની કવોલીટી એકદમ બીજા નંબરની છે. આ વર્ષે ફ કપાસ આવવાની શક્યતા નથી હાલ જે કપાસ આવે છે તેની કવોલીટી સતત નબળી આવી રહી છે. બુધવારે કડીમાં કપાસના ભાવ ટકેલા હતા. મહારાષ્ટ્રની 80 થી 90 ગાડી અને કાઠિયાવાડની 150 ગાડી કપાસની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.1150 થી 1280 અને કાઠિયાવાડના કપાસના ભાવ રૂ.1170 થી 1300 બોલાયા હતા.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક 60 થી 65 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1150 થી 1200 અને ઊંચામાં રૂ.1340 થી 1365 બોલાયા હતા.
આજનાં કપાસ ભાવોની વાત કરીએ તો કુલ 50+ માર્કેટ યાર્ડમાંથી 22 માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1320+ રહ્યોં છે. જેમાંની બાબરા માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી ઉંચો ભાવ 1380 બોલાયો છે.
હવે જાણી લઈએ આજના (18/03/2021,ગુરુવાર) કપાસના ભાવો :-
રાજકોટ :- નીચો ભાવ 1160 ઉંચો ભાવ 1335
અમરેલી :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1356
સાવરકુંડલા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1351
જસદણ :- નીચો ભાવ 1200 ઉંચો ભાવ 1325
બોટાદ :- નીચો ભાવ 1121 ઉંચો ભાવ 1370
મહુવા :- નીચો ભાવ 935 ઉંચો ભાવ 1263
ગોંડલ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1326
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1300
જામજોધપુર :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1270
ભાવનગર :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1351
જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1333
બાબરા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1380
જેતપુર :- નીચો ભાવ 1145 ઉંચો ભાવ 1371
વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1310
મોરબી :- નીચો ભાવ 1101 ઉંચો ભાવ 1351
હળવદ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1272
વિસાવદર :- નીચો ભાવ 840 ઉંચો ભાવ 1206
માણાવદર :- નીચો ભાવ 875 ઉંચો ભાવ 1296
ધોરાજી :- નીચો ભાવ 1046 ઉંચો ભાવ 1301
વિછીયા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1340
ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1300
લાલપુર :- નીચો ભાવ 1006 ઉંચો ભાવ 1300
ધ્રોલ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1255
પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1230
હારીજ :- નીચો ભાવ 1165 ઉંચો ભાવ 1260
ધનસૂરા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200
વિસનગર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1358
વિજાપુર :- નીચો ભાવ 1214 ઉંચો ભાવ 1313
કુકરવાડા :- નીચો ભાવ 1170 ઉંચો ભાવ 1306
ગોજારીયા :- નીચો ભાવ 1240 ઉંચો ભાવ 1241
હિંમતનગર :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1265
માણસા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1331
કડી :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1309
પાટણ :- નીચો ભાવ 990 ઉંચો ભાવ 1338
વડાલી :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1336
ટિંટોઇ :- નીચો ભાવ1101 ઉંચો ભાવ 1200
બેચરાજી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1186
ગઢડા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1328
ઢસા :- નીચો ભાવ 1151 ઉંચો ભાવ 1171
કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1050
ધંધુકા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1310
ચાણસ્મા :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1199
ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1170
ઉનાવા :- નીચો ભાવ 1071 ઉંચો ભાવ 1335
ઇકબાલગઢ :- નીચો ભાવ 1192 ઉંચો ભાવ 1201
ખેડૂત મિત્રોને માર્કેટિંગ યાર્ડ માં સારા કપાસના એવરેજ ભાવ રૂ.1250 થી 1320 ની વચ્ચે મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કપાસના ભાવમાં થોડો-થોડો વધારો થઈ રહ્યો છે. જ્યારે આગામી બે અઠવાડિયા સુધી ભાવમાં વધારો રહે એવી શક્યતાઓ રહેલી છે આગળ નો રિપોર્ટ અમે તમને જણાવતા રહેશુ. માટે Khissu Application ડાઉનલોડ કરી લેજો.